Unemployment Allowance: બજેટ પહેલા યુવાઓ માટે ખુશખબર, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કેટલા રૂપિયા મળશે

Unemployment Allowance in Chhattisgarh: જો તમે યુવા બેરોજગાર હોવ તો સરકાર તરફથી તમારા માટે રાહતના સમાચાર છે. પ્રજાસત્તાક દિવસના અવસરે છત્તીસગઢ સરકારે યુવાઓ માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યના બેરોજગાર યુવાઓને દર મહિને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી છે.

Unemployment Allowance: બજેટ પહેલા યુવાઓ માટે ખુશખબર, સરકાર આપશે બેરોજગારી ભથ્થું, જાણો કેટલા રૂપિયા મળશે

Unemployment Allowance in Chhattisgarh: જો તમે યુવા બેરોજગાર હોવ તો સરકાર તરફથી તમારા માટે રાહતના સમાચાર છે. પ્રજાસત્તાક દિવસના અવસરે છત્તીસગઢ સરકારે યુવાઓ માટે બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યના બેરોજગાર યુવાઓને દર મહિને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી છે. બઘેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ભથ્થું આગામી નાણાકીય વર્ષથી આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે બેરોજગારી ભથ્થાનું વચન કોંગ્રેસ તરફથી વર્ષ 2018ના ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવ્યું હતું. 

15 વર્ષ બાદ સત્તામાં પાછી ફરી કોંગ્રેસ
આ ચૂંટણી વચનના દમ પર કોંગ્રેસ પાર્ટી 15 વર્ષ બાદ સત્તામાં પાછી ફરી હતી. પાર્ટી તરફથી બેરોજગાર યુવાઓને આગામી નાણાકીય વર્ષથી બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરાઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દર મહિને 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર તરફથી હાલ યોજના માટે માનંદડ, રકમ અને બજેટ ફાળવણી પર કામ થઈ રહ્યું છે. 

— Bhupesh Baghel (@bhupeshbaghel) January 26, 2023

સરકારી અધિકારીઓ બેરોજગારી ભથ્થા માટે હાલ રાજસ્થાન મોડલને સ્ટડી કરી રહ્યા છે. રાજસ્થાન સરકાર મુખ્યમંત્રી યુવા સંબલ યોજના હેઠળ 2019થી યુવાઓને બેરોજગારી ભથ્થું આપી રહી છે. અત્રે જણાવવાનું કે છત્તીસગઢ પર GDP નું 26.2 ટકા દેવું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મજૂરો, મહિલાઓ માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓની પણ જાહેરાત કરી. 

લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news