લુધિયાણામાં બની શકે છે અમૃતસર જેવી ઘટના, રેલ ટ્રેક પાસે કોંગ્રેસ કર્યો કાર્યક્રમો
લુધિયાણાના ધૂરી લાઇન સ્થિત કોંગ્રેસ પાર્ટીની તરફથી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય સુરેન્દ્ર ડાવર પહોંચ્યા હતા
Trending Photos
લુધિયાણા (તપિન મલ્હોત્રા): અમૃતસરમાં દશેરા પર થયેલી રેલ દુર્ધટનાને હજુ એક મહીનો પણ થયો નથી કે ફરી એકવાર લોકોની સલામતીને જોખમમાં મુકવામાં આવી છે. આ વખતે લુધિયાનામાં કોંગ્રેસે તેમનો એક કાર્યક્રમ રેલવે ટ્રેકની પાસે આયોજિત કર્યો છે. જેના કારણે આસપાસના લોકો રેલવે લાઇન પરથી પસાર થઇ રહ્યા છે. આ કાર્યક્રમને આયોજીત કરવાની સાથે લોકોની સુરક્ષાને જોખમમાં મુકવામાં આવી અને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી.
લુધિયાણાના ધૂરી લાઇન સ્થિત કોંગ્રેસ પાર્ટીની તરફથી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય સુરેન્દ્ર ડાવર પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસની વિદ્યાર્થી એકમને એનએસયુઆઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તસ્વીરોમાં તમે જોઇ શકો છો કે તે રેલવે ટ્રેક પરથી ટ્રેનો આવતી જતી રહે છે તો પણ લોકો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે.
ત્યારે રેલવે લાઇનની નજીક કરવામાં આવેલા પ્રોગ્રામ સંબંધી સવાલ પર વિધાયક સુરેન્દ્ર ડાવરે કહ્યું કે ખબર ન હતી કે રેલવે લાઇનની નજીક પ્રોગ્રામ છે. જો ખબર હોત તો તેની પરવાનગી આપવામાં ન આવતી. તેમણે આ મામલે બચાવ કરતા કહ્યું કે આ કાર્યક્રમ રેલવે લાઇનથી ઘણો દુર આયોજન કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું આ સંબંધમાં તંત્રને પહેલાથી જાણ કરવામાં આવી હતી. તેમણે બહાનું કાઢતા કહ્યું કે હવે પછી રેલવે લાઇન નજીક પ્રોગ્રામ કરીશું નહીં.
તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલા લોક ન્યાય પાર્ટીના નેતા રાજેશ ખોખરે કહ્યું કે અમૃતસર ટ્રેન દુર્ધટના બાદ રાજકીય પાર્ટીઓ આરોપ-પ્રત્યારોપ કરતી હતી. પરંતુ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની જગ્યાએ તેમને વિચારવું જોઇએ કે, તેઓ બીજાને કાયદા સીખવાડે છે અને હાલમાં તેઓ જ કાયદાને ફોલો કરી રહ્યાં નથી, તો ક્યાંકને ક્યાંક નિયમો ભંગ કરી રહ્યા છો. તે દરમિયાન તેમણે સરકાર પર પણ આરોપ લગાવ્યો હતો.
ત્યારે અકાલી દળના નેતા ગુરદીપ સિંહ ગોશાએ હાજર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે સરકાર એકબીજા પર શબ્દવાર કરી રોટલીઓ સેકી રહી છે. પરંતુ આજે તે જ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન તેમણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી અને કહ્યું કે તંત્ર કોઇપણને રેલવે લાઇન પાસે પ્રોગ્રામ કરવાની મંજૂરી આપે નહીં. તેમણે કહ્યું કે જો ડાવરના પ્રોગ્રામ હતો તો કાર્યવાહી થવી જોઇએ. ત્યારે જીઆરપી પોલીસ પણ આ મામલે રેલવેની જમીનથી બહાર કાર્યક્રમ કરવાની વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે