National Herald Case: EDના રાહુલ ગાંધીને સવાલ, યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આજે રાહુલ ગાંધીની પૂછપરછ કરી. રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના હજારો કાર્યકરો અને નેતાઓ ઉમટી પણ ઉમટી પડ્યા.

National Herald Case: EDના રાહુલ ગાંધીને સવાલ, યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ તબકકામાં થઈ. ઈડીના અધિકારીઓ પાસે 55 સવાલોની યાદી હતી. અધિકારીઓએ રાહુલ ગાંધીને જે સવાલો કર્યા તેની જાણકારી પણ સામે આવી છે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને નેતાઓ પણ ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી. કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળેલી ઈડીની નોટિસનો વિરોધ કરી રહી છે અને આજે આ નોટિસના વિરોધમાં દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા જેને 'સત્યાગ્રહ' નામ આપ્યું. 

ઈડીએ પૂછ્યા આ સવાલ
ઈડીએ જે સવાલ પૂછ્યા તેની યાદી પણ હવે બહાર આવી છે. ઈડીએ રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયા કંપની અંગે સવાલ કર્યા. તપાસ એજન્સીના અધિકારીઓએ રાહુલ ગાંધીને પૂછ્યું કે યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી. રાહુલ ગાંધીને જે સવાલ પૂછાયા તેમાં તેમના નામ, પરિવાર, એડ્રસ, કામ, યંગ ઈન્ડિયા કંપનીની વિગતો સામેલ હતી. સામ પિત્રોડા અને સુમન દુબે સાથે શું સંબંધ છે અને કેવી રીતે આ કંપની તમારી પાસે આવી. ઈડીના અધિકારીઓએ રાહુલને પૂછ્યું કે યંગ ઈન્ડિયામાં તમારી કેટલી ભાગીદારી છે. કંપનીમાં પૈસા ક્યાંથી આવ્યા. જે કંપનીએ યંગ ઈન્ડિયામાં પૈસા આપ્યા તેની સાથે શું સંબંધ છે. શું આ કંપનીને એજેએલને લેવા માટે બનાવી હતી. 

અધિકારીઓએ પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટીની 90 કરોડની લોન કેવી રીતે 50 લાખમાં પૂરી થઈ ગઈ. AJL ની કેટલી સંપત્તિ હવે યંગ ઈન્ડિયા પાસે છે અને તેનો માલિકી હક કોની પાસે છે. AJL ની સંપત્તિઓની દેખરેખ કોણ કરે છે અને તેનાથી મળતું ભાડું કોની પાસે જાય છે. 

— ANI (@ANI) June 13, 2022

પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ પ્રદર્શન ચાલુ
રાહુલ અને સોનિયાને મળેલી નોટિસના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં સત્યાગ્રહ નામથી પ્રર્દર્શન થયા. આ દરમિયાન અનેક મોટા નેતાઓ, સીએમ, પૂર્વ સીએમ અને કાર્યકરોની અટકાયત પણ થઈ. ત્યારબાદ પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ દિલ્હીના તુગલક પોલીસ મથક લઈ જવાયેલા કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી. અહીં કેસી વેણુગોપાલ, હરિશ રાવત સાથે વાત કરી. અહીં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. કોંગ્રેસ નેતા અહીં 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગાતા જોવા મળ્યા. 

— Delhi Congress (@INCDelhi) June 13, 2022

એકબાજુ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ થઈ અને બીજી બાજુ સીએમ ગહેલોતની અટકાયત
ઈડી ઓફિસમાં ઓફિસરો રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સહિત કેટલાક નેતાઓ પણ ઈડી ઓફિસ જવા માંગતા હતા. પરંતુ પોલીસે તેની મંજૂરી આપી નહીં અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અટકાયત કરવામાં આવી. 

— ANI (@ANI) June 13, 2022

ED ઓફિસ પહોંચ્યા ત્યારે પ્રિયંકા ગાંધી પણ હતા સાથે
રાહુલ ગાંધી કોંગ્રેસ ઓફિસથી રવાના થઈ હવે ઈડી ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હતા. તેઓ પગપાળા નીકળ્યા હતા. તેમની સાથે પાર્ટીના સેંકડો કાર્યકરો પણ સાથે  હતા. આ અગાઉ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. જેમાં અશોક ગેહલોત, ભૂપેશસિંહ બઘેલ પણ સામેલ હતા. 

— ANI (@ANI) June 13, 2022

સત્યનો બુલંદ અવાજ છે રાહુલ ગાંધી- પ્રિયંકા
રાહુલ ગાંધીની પેશી પહેલા પ્રિયંકા ગાંધીએ ફેસબુક પર લખ્યું કે પોલીસની બેરિકેડ, ઈડીની પોકળ ધમકીઓ, લાઠી-વોટર કેનન સચ્ચાઈની આંધીને રોકી શકશે નહીં. રાહુલ ગાંધી એ સચ્ચાઈના બુલંદ અવાજનું નામ છે. 

બીજી બાજુ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમે કહ્યું કે અમે અહીં ભારતના વિભિન્ન ભાગથી પોતાની પાર્ટી નેતૃત્વ સાથે એકજૂથતા દેખાડવા અને દેશને ઈડીના ઘોર ઉપયોગને દેખાડવા માટે આવ્યા છીએ. ઈડીના તમામ કેસ ખોટા છે. મને ઈડીની નોટિસ સૌથી વધુ વખત મળી છે. 

— ANI (@ANI) June 13, 2022

અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીની ઈડી સામે પેશી પહેલા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરીશું. અમે બંધારણના રક્ષક છીએ. અમે ડરીશું કે ઝૂકીશું નહીં. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરીને એ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી સરકાર કોંગ્રેસથી હલી ગઈ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં શાંતિપ્રિય તથા ગાંધીવાદી રીતે સત્યાગ્રહની માર્ચ તો નીકળશે જ. રાહુલ ગાંધીની પૂછપરછ પહેલા કોંગ્રેસ મુખ્યાલય અને ઈડી ઓફિસ બહાર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરાયા. જ્યારે વિસ્તારમાં પોલીસે કલમ 144 લાગૂ કરી. કોંગ્રેસ નેતાઓએ પાર્ટી ઓફિસથી ઈડી ઓફિસ સુધી માર્ચ કાઢવાની યોજના ઘડી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી નહીં.

જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news