કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ! પાર્ટીએ શરૂ કરી ચૂંટણીની તૈયારી
સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી કમિટી (CEC)ના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યુ કે, હાલ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન કરનારા સભ્યોનું ડિજિટલ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય ચૂંટણી સંબંધિત અન્ય તૈયારીઓ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી (Congress President Elections)ની તૈયારી શરૂ થઈ ગઈ છે. મંગળવારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)મા સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક યોજાઇ, જેમાં આગામી દિવસોમાં સંગઠન ચૂંટણીની તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019થી સોનિયા ગાંધી (Sonia Gandhi) હાલ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ છે.
2021ના શરૂઆતી મહિનામાં ચૂંટણી સંભવ
સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી કમિટી (CEC)ના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યુ કે, હાલ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન કરનારા સભ્યોનું ડિજિટલ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય ચૂંટણી સંબંધિત અન્ય તૈયારીઓ થઈ ગઈ છે. CECની લીલી ઝંડી મળ્યા બાદ 15 દિવસની અંદર ચૂંટણી કરાવી શકાય છે. એટલે કે આગામી વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2021મા ચૂંટણી થવાની સંભાવના છે.
માત્ર 2 વર્ષ માટે બનાવવામાં આવશે અધ્યક્ષ
તમને જણાવી દઈએ કે 2017મા રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2019માં લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. તેવામાં અધ્યક્ષ વગર પાર્ટીમાં ખેંચતાણ વધવા લાગી છે. ત્યારબાદ સોનિયા ગાંધીને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે પાર્ટી પૂર્ણ સમયના અધ્યક્ષ શોધી રહી છે. પાર્ટીના અધ્યક્ષનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. એટલે કે હવે જે પણ અધ્યક્ષ બનશે તે 2022 સુધી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે