દેશમાં કોરોનાના કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કેસ, છેલ્લા 24 કલાકના આંકડા જાણીને ચોંકી જશો

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 507 લોકોના મૃત્યુ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 13,156 લોકો સાજા પણ થયા છે. 
દેશમાં કોરોનાના કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કેસ, છેલ્લા 24 કલાકના આંકડા જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 507 લોકોના મૃત્યુ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 13,156 લોકો સાજા પણ થયા છે. 

— ANI (@ANI) July 1, 2020

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના કુલ 5,85,493 કેસ છે. જેમાંથી  2,20,114 એક્ટિવ કેસ છે જ્યારે 3,47,979 લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 17,400 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. આ બાજુ ICMRએ જણાવ્યું છે કે 30 જૂન સુધીમાં 86,26,585 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 2,17,931 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરાયા. 

જુઓ LIVE TV

વિશ્વમાં કોરોના 
સમગ્ર વિશ્વમાં કોરોનાની વાત કરીએ તો વર્લ્ડોમીટરના આંકડા મુજબ વિશ્વભરમાં આ જીવલેણ વાયરસે તબાહી મચાવેલી છે. અત્યાર સુધીમાં કુલ 1,05,90,724 કેસ નોંધાયા છે. જ્યારે 5,14,020 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે 57,98,270 લોકો સાજા પણ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news