મુંબઇની હોસ્પિટલમાં મૃતદેહોની વચ્ચે ચાલી રહી છે કોરોના દર્દીઓની સારવાર, ઉઠ્યા સવાલ

મહારાષ્ટ્રમાં કોરોના (Corona) ઝડપથી પોતાનાં પગ પ્રસરાવી રહ્યા છે. આ તરફ મુંબઇથી એક પરેશાન કરનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇના સાયન હોસ્પિટલમાં શબોની વચ્ચે કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દે હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી રહી છે. ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ આ વીડિયોને ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં બેડ પર કાળા પ્લાસ્ટિકનાં કવરમાં શબ મુકેલા હતા. તેની વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વીડિયોમાં 4 શબ દેખાઇ રહ્યા છે.
મુંબઇની હોસ્પિટલમાં મૃતદેહોની વચ્ચે ચાલી રહી છે કોરોના દર્દીઓની સારવાર, ઉઠ્યા સવાલ

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના (Corona) ઝડપથી પોતાનાં પગ પ્રસરાવી રહ્યા છે. આ તરફ મુંબઇથી એક પરેશાન કરનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇના સાયન હોસ્પિટલમાં શબોની વચ્ચે કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દે હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી રહી છે. ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ આ વીડિયોને ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં બેડ પર કાળા પ્લાસ્ટિકનાં કવરમાં શબ મુકેલા હતા. તેની વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વીડિયોમાં 4 શબ દેખાઇ રહ્યા છે.

સાયન હોસ્પિટલમાં શબોની બાજુમાં દર્દીઓની સારવાર આપવા મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસક્ષાનાં નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, સાયન હોસ્પિટલની ઘટના ગંભીર છે. શબની બાજુમાં સારવાર કરાવવી પડી રહી છે. આ ખુબ જ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે, મુંબઇનાં લોકોની સારવાર કરનારી કોઇ વ્યક્તિ નથી. એવો સવાલ ઉભો થઇ રહ્યો છે. સરકારે આ અંગે તુરંત જ ધ્યાન આપવું જોઇએ. એવી ઘટના ફરીવાર ન થાય તેનો ખ્યાલ રાખવો જોઇએ.

બીજી તરફ આ મુદ્દે બીએમસી મેયર કિશોર પેડનેકરનું કહેવું છે કે, તેની પાછળ 2-3 કારણ છે. કોરોના પોશન્ટનાં સંબંધીઓ તેમની બેડી લેવામાં ઝડપથી નથી આવે. જે શબગૃહ છે, તેમાં પહેલાથી 15-16 બોડી મુકેલી હોય છે. આ તો મોટો સવાલ છે કે નવી બોડી ક્યાં મુકવામાં આવે. એવામાં બોડી બહાર રાખવામાં આવી રહી છે. આ અગાઉ જ્યારે કોરોના નહોતું, બોડી 2-3 કલાક જ મુકવામાં આવે છે.

તેમણે કહ્યું કે, કોરોનાના કારણે સંબંધીઓ ઘણીવાર લેટ થતા હોય છે. બહાર રાખવાનું એક કારણ એ પણ છે કે, સંબંધીઓ છે કે 5-10 મિનિટમાં આવી જશે તેવામાં બોડીને મોર્ગમાં લઇ જતા ગભરાય છે, જેના કારણે ફરી બોડી કાઢીને બચી શકાય. બોડીને તંત્ર ડિસ્પોઝ નથી કરી શકતું, એટલા માટે તેને સારી રીતે પ્લાસ્ટિક બેગમાં બાંધવામાં આવે છે. આગળથી બોડી બહાર અલગથી રાખવાના અલગથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ સાયન હોસ્પિટલનાં વીડિયો વાયર થવા મુદ્દે તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. સાયન હોસ્પિટલનાં ડીન પ્રમોદ ઇંગલેએ આ માહિતી આપી છે. તપાસ સમિતી વીડિયોની સત્યતા અંગે તપાસ કરશે. તપાસ સમિતીને 24 કલાકની અંદર રિપોર્ટ આપવા માટે જણાવાયું છે. ડીન પ્રમોદ ઇંગલેએ કહ્યું કે, દોષીતો પર કાર્યવાહી પણ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news