Corona Update: માર્ચના 15 દિવસમાં જ બમણા થયા કોરોનાના નવા કેસ, આ રાજ્યોમાં જોખમ વધ્યું

કોરોના (Corona Virus) એ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ કારણે માર્ચના 15 દિવસમાં જ નવા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24,492 દર્દીઓ નોંધાયા છે. જે 1 માર્ચ 2021ના નવા કેસના આંકડા કરતા બમણા છે. અત્રે જણાવવાનું કે એક માર્ચના રોજ ભારતમાં કોરોનાના કુલ 11563 નવા કેસ નોંધાયા હતા. 
Corona Update: માર્ચના 15 દિવસમાં જ બમણા થયા કોરોનાના નવા કેસ, આ રાજ્યોમાં જોખમ વધ્યું

નવી દિલ્હી: કોરોના (Corona Virus) એ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા માંડ્યું છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ કારણે માર્ચના 15 દિવસમાં જ નવા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24,492 દર્દીઓ નોંધાયા છે. જે 1 માર્ચ 2021ના નવા કેસના આંકડા કરતા બમણા છે. અત્રે જણાવવાનું કે એક માર્ચના રોજ ભારતમાં કોરોનાના કુલ 11563 નવા કેસ નોંધાયા હતા. 

એક જ દિવસમાં કોરોનાના 24 હજારથી વધુ કેસ, 131 મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,492 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,14,09,831 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,10,27,543 લોકો રિકવર થયા છે જ્યારે 2,23,432 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોના (Corona Virus) થી 131 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 1,58,856 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,29,47,432 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,14,09,831
Total recoveries: 1,10,27,543
Active cases: 2,23,432
Death toll: 1,58,856

Total vaccination: 3,29,47,432 pic.twitter.com/nYWgWBdEMy

— ANI (@ANI) March 16, 2021

આ રાજ્યોમાં સ્થિતિ વિકટ
કોરોનાથી મોતના લગભગ 82 ટકા કેસ 6 રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના નામ સામેલ છે. જ્યારે 8 રાજ્યોમાં દૈનિક કેસના આધારે જોવા જઈએ તો કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણાનો સમાવેશ થાય છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 15 હજારથી વધુ નવા કેસ
દેશના અડધાથી વધુ કેસ મહારાષ્ટ્રથી છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15051 કેસ સામે આવ્યા છે. આ રાજ્યમાં કુલ કેસ વધીને 23,29,464 પર પહોંચી ગયા છે. જ્યારે બીમારીથી એક જ દિવસમાં 48 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 52,909 થઈ ગયો છે. 

મહારાષ્ટ્રમાં સરકારની નવી ગાઈડલાઈન
મહારાષ્ટ્ર (Maharashtra) માં સિનેમા હોલ, રેસ્ટોરા, અને સ્વાસ્થ્ય તથા જરૂરી સેવાઓને બાદ કરતા તમામ કાર્યાલય 31 માર્ચ સુધી અડધી ક્ષમતા સાથે કામ કરશે. આ જાહેરાત રાજ્ય સરકારે સોમવારે કરી. એક નોટિફિકેશન બહાર પાડીને કહેવાયું છે કે પ્રતિષ્ઠાનોમાં કોઈ પણ માસ્ક પહેર્યા વગર કે તાપમાનની તપાસ કર્યા વગર પ્રવેશી શકશે નહીં. પ્રતિષ્ઠાનોમાં (સિનેમા હોલ, હોટલ કે કાર્યાલય) એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગંતુકોના માસ્ક પહેરવાના નિયમ અને સામાજિક અંતર જાળવવાના નિયમ લાગુ કરવા માટે તેમની પાસે પૂરતા કર્મી છે. આ પ્રતિબંધો શોપિંગ મોલમાં પણ લાગુ રહેશે. જો કે સ્વાસ્થ્ય અને અન્ય જરૂરી સેવાઓ પ્રદાન કરનારા કાર્યાલયો પર 50 ટકા ક્ષમતાનો નિયમ લાગુ થશે નહીં. 

ગુજરાત (Gujarat) માં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગે છે.  સોમવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 890 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 594 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં સોમવારે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નોંધાયું છે. જો કે, રાજ્યમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.72 થયો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news