દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો, પરંતુ જુલાઇમાં મોટા ખતરાની આશંકા

કોરોના વાયરસ (Coronavirus) થી ભારતમાં રિકવરી થનાર દરમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 59.43 ટકા થઇ ગયો છે. એટલે કે એક્ટિવ કેસની તુલનામાં 1 લાખ 27 હજાર 864થી વધુ દર્દી રિકવર થઇ ગયા છે.

Trending Photos

દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો, પરંતુ જુલાઇમાં મોટા ખતરાની આશંકા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) થી ભારતમાં રિકવરી થનાર દરમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 59.43 ટકા થઇ ગયો છે. એટલે કે એક્ટિવ કેસની તુલનામાં 1 લાખ 27 હજાર 864થી વધુ દર્દી રિકવર થઇ ગયા છે. ગત 24 કલાકમાં જ 13 હજાર 157 દર્દી કોરોના સંક્રમણથી મુક્ત થઇ ગયા. દેશમાં કુલ 3 લાખ 47 હજાર 978 દર્દી સાજા થઇ ચૂક્યા છે. 

જોકે હજુ સુધી 2 લાખ 20 હજાર 114 દર્દી કોરોનાની ચપેટમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. કાલે ભારતમાં 507 લોકો કોરોનાના દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. 

ભારતમાં ટેસ્ટિંગ પણ વધી રહ્યા છે. દેશમાં દરરોજ સરેરાશ 2 લાખથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. કુલ મળીને અત્યાર સુધી 88 લાખ 26 હજાર 585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે ભારતમાં 1056 લેબ ટેસ્ટ કરી રહી છે. તેમાં 764 સરકારી અને 292 પ્રાઇવેટ લેબ છે. 

જોકે દરરોજ કોરોનાની ચપેતમાં આવનાર કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર જુલાઇ મહિનામાં કોરોનાની દ્વષ્ટિએ ખૂબ પડકારજનક હોઇ શકે છે. 

સંક્રમણનો આંકડો તમામ રેકોર્ડ તોડી શકે છે. એવામાં પોતાની ઇમ્યૂનિટી એટલે કે રોગો સામે લડવાની તાકાતને હથિયાર બનાવ્યા. દરેક શાકભાજી, તાજા ભોજન, યોગ કરો અને જંકફૂડથી દૂર રહેવું જોઇએ. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખો. પરંતુ ચિંતાની વાત એ છે કે સમય પસાર થતાં લોકો આ સાવધાનીને ભૂલતા જાય છે જ્યારે અત્યારે સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે. 

એ પણ ધ્યાન રાખો કે હકિકતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ક્યાંક વધુ હોઇ શકે છે કારણ કે ઘણા લોકો ટેસ્ટ કરાવી શકતા નથી અને ઘણા લોકોને લક્ષણ ન હોવાના કારણે ખબર પડતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news