દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 74 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 122 લોકોના મૃત્યુ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 74 હજારને પાર કરી ગઈ છે. જ્યારે મોતનો આંકડો 2500 નજીક પહોંચ્યો છે. આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 74,281 થઈ છે.
જો કે રાહતના સમાચાર એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા 24,386 છે. 47480 એક્ટિવ કેસ છે. જ્યારે મૃત્યુનો આંકડો 2415 સુધી પહોંચ્યો છે. ચિંતાની એ વાત છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. 24 કલાકમાં 122 લોકોના મોત થયા છે. ગઈ કાલ સુધી કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 2293 હતો.
દુનિયાભરમાં કોરોના વાયરસથી 40 લાખથી પણ વધુ લોકો સંક્રમિત છે. જો કે કોવિડ 19થી 10 લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. વિશ્વભરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 2 લાખ 90 હજાર પર પહોંચી છે.
જુઓ LIVE TV
કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે મોદી સરકારે દેશમાં લોકડાઉન લગાવ્યું છે. જે 17મી મે સુધી રહેશે. જ્યારે મંગળવારે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં લોકડાઉનને આગળ વધારવાની વાત કરી છે જો કે એ સ્પષ્ટ નથી કે લોકડાઉનના આ ચોથા તબક્કામાં કઈ બાબતોમાં છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી મે અગાઉ લોકડાઉનના ચોથા તબક્કાની જાણકારી આપવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે