24 કલાકમાં માત્ર 6% વધ્યા દર્દીઓ, દેશમાં 100 કેસ આવ્યા બાદ સૌથી ધીમી ગતિ


સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 24,942 કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 24 કલાકમાં 1490 કેસ આવવાની સાથે આટલા સમયમાં 56 લોકોના મૃત્યુ થયા છે.

 24 કલાકમાં માત્ર 6% વધ્યા દર્દીઓ, દેશમાં 100 કેસ આવ્યા બાદ સૌથી ધીમી ગતિ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ  (Coronavirus in India)ના વધી રહેલા મામલા વચ્ચે થોડા રાહતના સમાચાર આવ્યા છે. શુક્રવારે સવારથી શનિવાર સુધી (છેલ્લા 24 કલાકમાં) કોરોનાના નવા મામલામાં માત્ર 6 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધી દરરોજ 9.14 દિવસમાં દર્દીઓ બમણા થઈ રહ્યાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારી સૂત્રોએ તે જાણકારી આપતા કહ્યું કે, ભારતમાં કોરોનાના 100 મામલા આવ્યા બાદથી આ દરરોજના આધાર પર સૌથી ઓછો વૃદ્ધિ દર છે. દેશમાં 10 માર્ચે કોરોનાના મામલા 100ને પાર પહોંચ્યા હતા. એટલે કે 14 માર્ચ બાદ પ્રથમવાર દેશમાં કોરોનાનો ગ્રોથ રેટ આટલો ઓછો થયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જારી આંકડા પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 24,942 કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 24 કલાકમાં 1490 કેસ આવવાની સાથે આટલા સમયમાં 56 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી 5209 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ દેશમાં 18953 એક્ટિવ કેસ છે. 

... તો 2 લાખ લોકો થઈ જાત સંક્રમિત
એક મહિના પહેલા 25 માર્ચે જ્યારે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું, તે સમયે ભારતમાં કોરોના સંક્રમણના મામલા 500ની આસપાસ હતા. 24 માર્ચે દરરોજના આધાર પર વૃદ્ધિ દર 21.6 ટકા હતો, જે ઘટીને 6 ટકા થઈ ગયો છે. જો 21.6 ટકાના દરે મામલા વધ્યા હોત તો દેશભરમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ સામે આવી ગયા હોત. 

Coronavirus: દેશભરમાં કોરોના વાયરસના મામલા 26 હજારને પાર, માત્ર મહારાષ્ટ્રમાં 7,628 પોઝિટિવ

આ રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના
કોરોના વાયરસ સમગ્ર દેશની તુલનામાં સાત રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર પર ગુજરાત છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડનો નંબર છે. આ સાત રાજ્યોમાં ભારતના કુલ મામલાના બે તૃતીયાંસ મામલા છે. 

વધુ 59 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર
કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે કેન્દ્ર સરકારે 59 હજાર વધુ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે. તેના થોડા દિવસ પહેલા આશરે 40 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો હતો. શનિવારે અહીં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની 13મી બેઠકમાં આ જાણકારી આપવામાં આવી હતી. 

દિલ્હી બાદ હવે અન્ય રાજ્યોમાં પણ પ્લાઝમા થેરેપી
દિલ્હી બાદ હવે બિહારમાં પણ પ્લાઝમા થેરેપી અપનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આઈસીએમઆર પાસેથી પટના એમ્સે દર્દીને પ્લાઝમા થેરેપી આપવાની મંજૂરી માગી છે. તો કર્ણાટક અને લખનઉના કેજીએમયૂમાં શનિવારથી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજસ્થાને આ વિશે કેન્દ્ર પાસે મંજૂરી માદી છે. દિલ્હીમાં વધુ બે દર્દીઓ પર શુક્રવારે તેનો ટેસ્ટ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news