Corona Vaccination મામલે ભારતે બનાવ્યો રેકોર્ડ, 1 દિવસમાં 1 કરોડથી વધુ વેક્સીનેશન
કોરોના વેક્સીનેશન (Corona Vaccination) ના મામલે દેશે શુક્રવારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. શુક્રવારે દેશભરમાં કુલ 1 કરોડ 64 હજાર લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન (Corona Vaccination) ના મામલે દેશે શુક્રવારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. શુક્રવારે દેશભરમાં કુલ 1 કરોડ 64 હજાર લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.
પીએમએ ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે 'આજે દેશએ એક કરોડ દૈનિક વેક્સીનેશનના ટાર્ગેટને પુરો કર્યો. આ સફળતાને પ્રાપ્ત કરવા માટે રસી લગાવનાર અને આ અભિયાનમાં સામેલ લોકોને શુભેચ્છા.'
Record vaccination numbers today!
Crossing 1 crore is a momentous feat. Kudos to those getting vaccinated and those making the vaccination drive a success.
— Narendra Modi (@narendramodi) August 27, 2021
સૌથી વધુ રસીકરણ યૂપીમાં
જાણકારી અનુસાર શુક્રવારે સૌથી વધુ કોરોના વેક્સીનેશન (Corona Vaccination) યૂપીમાં થયું. યૂપીમાં શુક્રવારે કુલ 28 લાખ 62 હજાર લોકોને વેક્સીન લગાવવામાં આવી. બીજા નંબર પર કર્ણાટક રહ્યું. જ્યાં કુલ 10 લાખ 79 હજાર લોકોને રસી લગાવવામાં આવી.
આટલા લોકો લગાવી ચૂક્યા છે બંને ડોઝ
કેંદ્ર સરકારે ઓગસ્ટમાં 1 કરોડ ડોઝ દરરોજ લગાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને શુક્રવારે પુરો કરી લેવામાં આવ્યો. ભારતમં વેક્સીનની અછતના સમાચારો વચ્ચે કરોડ ડોઝ લગાવવ એક મોટો કિર્તીમાન છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 14 કરોડથી વધુ લોકો એવા છે, જેમણે બંને ડોઝ લગાવી લીધા છે.
સૌથી વધુ લોકોને લાગી કોવિશીલ્ડ
દેશમાં હાલ કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક વેક્સીન લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી સૌથી વધુ ડોઝ કોવિશીલ્ડના લગાવવામાં આવ્યા છે. દેશમાં 54 કરોડ ડોઝ કોવિશીલ્ડના લગાવવામાં આવ્યા છે. આગામી મહિનાના અંત સુધી ઝાયડસ કેડિલાની વેક્સીન પણ 12 વર્ષથી ઉપરના તમામ લોકોને લગાવવાનું શરૂ થઇ જશે. સરકારનો પ્રયત્ન છે કે આ વર્ષના અંત સુધી લોકોને વેક્સીન (Corona Vaccination) ના બંને ડોઝ લાગી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે