Bharat Biotech એ 18 રાજ્યોને મોકલી Covaxin, કહ્યું- યથાવત રહેશે રસીકરણની પ્રક્રિયા

ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે રાજ્યોને કોરોના વેક્સિન કોવેક્સીનની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીએ એક ટ્વીટ કરી આ માહિતી આપી છે. 

Bharat Biotech એ 18 રાજ્યોને મોકલી Covaxin, કહ્યું- યથાવત રહેશે રસીકરણની પ્રક્રિયા

હૈદરાબાદઃ ભારત બાયોટેક (Bharat Biotech) એ અત્યાર સુધી દેશના 18 રાજ્યોમાં પોતોની કોરોના વેક્સિન કોવેક્સીન  (Covaxin) ની સપ્લાય શરૂ કરી દીધી છે. ભારત સરકાર (Indian Government) દ્વારા મળેલી ફાળવણી પર આ આપૂર્તિ ભારત બાયોટેકે 1 મેથી શરૂ કરી દીધી છે. 

આ રાજ્યોને મળી કોરોના વેક્સિન
ભારત બાયોટેકે અત્યાર સુધી 18 રાજ્યોને કોરોના વેક્સિન કોવેક્સીન (Corona Vaccine Covaxin) ની સપ્લાય શરૂ કરી દીધી છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે. 

1 મેએ જારી કરવામાં આવ્યો હતો નિર્દેશ
મહત્વનું છે કે હાલમાં ભારત બાયોટેકના સહ-સંસ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલા (Suchitra Ella) એ ટ્વીટ કરી કહ્યું હતું કે, ભારત બાયોટેકે 1 મે 2021 બાદથી ભારત સરકાર દ્વારા પ્રાપ્ત ફાળવણીના આધાર પર આ રાજ્યોને કોવેક્સીનની સપ્લાય જારી કરશે. અન્ય રાજ્યોથી પણ વિનંતી પ્રાપ્ત થઈ છે અને સ્કોટની ઉપલબ્ધતાના આધાર પર વેક્સિન વિતરણની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેમાં કંપનીએ રાજ્યોને સપ્લાય કરવામાં આવેલા ડોઝની સંખ્યા જણાવી નથી. 

Get yourself and your loved ones vaccinated.#BharatBiotech #COVAXIN #COVID19Vaccine #COVID19 pic.twitter.com/B3mlFT6KoT

— BharatBiotech (@BharatBiotech) May 11, 2021

સીરમે ભાવમાં કર્યો ઘટાડો
24 એપ્રિલે ભારત બાયોટેકે કોવેક્સીન માટે કિંમતની જાહેરાત કરી હતી, જેમાં રાજ્ય સરકાર માટે કોવેક્સિનની કિંમત 600 રૂપિયા પ્રતિ ડોઝ, બાદમાં કિંમત ઘટાડી 400 રૂપિયા પ્રતિ ડોઝ કરવામાં આવી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) એ કોવિશીલ્ડ (Covishield) ની કિંમતમાં પણ ઘટાડો કર્યો હતો. 

Corona ની હાલની સ્થિતિને કારણે G7 સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં પ્રધાનમંત્રી મોદી  

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે અલગ-અલગ કિંમત વચ્ચે સરકાર દ્વારા કથિત રીતે વિનંતી કર્યા બાદ વેક્સિન નિર્માતા કંપનીઓએ ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ખાનગી હોસ્પિટલમાં ભારત બાયોટેકે પહેલા 1200 રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. તે કોવિશીલ્ડની કિંમત કરતા ડબલ છે. નિકાસ માટે ભારત બાયોટેકે ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ વેક્સિનની કિંમત 1,125-1,500 રૂપિયા રાખી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news