PM Modi નું ક્રિપ્ટોકરન્સીને લઇને નિવેદન, જાણો શું કહ્યું
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ શુક્રવારે સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) જેવી ઉભરતી ટેક્નોલોજી માટે વૈશ્વિક નિયમ બનાવવાને લઇને સંયુક્ત પ્રયત્ન કરવાની અપીલ કરી, જેથી તેમનો ઉપયોગ લોકતંત્રને નબળું કરવાના બદલે તેને મજબૂત કરવામાં કરવામાં આવે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની મેજબાનીવાળા લોકતંત્ર સંમેલનને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી કરવવાને લઇને પોતાના અનુભવો શેર કરવામાં ભારતને ખુશી થશે. તેમણે એ પણ કહ્યું કે ''લોકતંત્ર ફક્ત જનતાનું, જનતા દ્રારા, જનતા માટે જ નથી, પરંતુ જનતા સાથે, જનતામાં સમાહિત પણ છે.'
પ્રધાનમંત્રીએ કહ્યું કે બહુ દળીય ચૂંટણી, સ્વતંત્ર ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા જેવા માળખાના વિશેષતાઓ લોકતંત્ર માટે મહત્વપૂર્ણ તત્વ છે. તેમણે કહ્યું કે જોકે લોકતંત્રની બેસિક મજબૂતી આપણા નાગરિકો અને સમાજમાં નિહિત ભાવના અને લોકાચાર છે.' મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે સંમેલનમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું પ્રતિનિધિત્વ કરી ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 'લોકતાંત્રિક ભાવના આપણા સભ્યગત લોકાચારનું અભિન્ન અંગ છે.'
પ્રધાનમંત્રીએ કહ્યું કે સદીઓના વસાહતી શાસન ભારતના લોકોની લોકતાંત્રિઅક ભાવનાને બદલી ન શકે. તેમણે કહ્યું કે 'તેને ભાર્તની આઝાદી સાથે ફરીથી પૂર્ણ અભિવ્યક્તિ મળી અને તેને ગત 75 વર્ષોમાં લોકતાંત્રિક રાષ્ટ્ર નિર્માણની એક અસાધારણ ગાથા રચી.'
તેમણે કહ્યું કે 'આ તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સામાજિક-આર્થિક સમાવેશની એક ગાથા છે. આ અકલ્પનીય સ્કેલ પર સ્વાસ્થ્ય, શિક્ષણ અને માનવ કલ્યાણમાં નિરંતર પ્રગતિની ગાથા છે. મોદીએ કહ્યું કે 'ભારતની ગાથા વિશ્વને એક સ્પષ્ટ સંદેશ છે કે લોકતંત્ર સફળ થઇ શકે છે. લોકતંત્ર સફળ રહ્યું છે અને લોકતંત્ર સફળતાપૂર્વક કામ કરતું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે