સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, CVC એ કહ્યું- નિવૃત્તિ બાદ cooling off period પૂરો કરવો જરૂરી
આદેશમાં કહેવાયું છે કે તમામ સરકારી સંગઠનોએ પોતાના કર્મચારીઓ માટે યોગ્ય નિયમ અને દિશાનિર્દેશ તૈયાર કરવા જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: Central Vigilance Commission (CVC) એ ગુરુવારે કહ્યું કે સરકારી કર્મચારીઓની સેવાનિવૃત્તિ બાદ અનિવાર્ય રીતે cooling off period પૂરો કર્યા વગર ખાનગી ક્ષેત્રના સંગઠનોમાં નોકરી કરવી એ 'ગેરવર્તણૂક' છે. કમિશને પોતાના એક આદેશમાં એમ પણ કહ્યું કે સરકારી કર્મચારીઓને સેવાનિવૃત્તિ બાદ નોકરી આપતા પહેલા તમામ સરકારી સંગઠનોએ ફરજિયાતપણે સીવીસીની મંજૂરી લેવી જોઈએ.
નિવૃત્તિ બાદ તરત પ્રાઈવેટ નોકરી કરવી ખોટું
CVC એ કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સચિવો અને સાર્વજનિક ક્ષેત્રના બેંકોના પ્રમુખોને બહાર પાડેલા આદેશમાં કહ્યું કે ' કેટલીકવાર એવું જોવા મળ્યું છે સરકારી સંગઠનોમાંથી સેવાનિવૃત્તિ બાદ તરત જ સેવાનિવૃત્ત અધિકારી ખાનગી ક્ષેત્રના સંગઠનોમાં ફૂલ ટાઈમ નોકરી કે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે.'
લોકો શરતોનો ભંગ કરે છે તે ખોટું છે
વધુમાં કહેવાયું છે કે હંમેશા આ પ્રકારે કામને સ્વીકાર કરતા પહેલા સંબંધિત સંગઠનોના નિયમો હેઠળ નિર્ધારિત cooling off period પૂરો થવાની રાહ જોવામાં આવતી નથી. કમિશને કહ્યું કે 'સેવાનિવૃત્ત થનારા સરકારી અધિકારીઓ દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરાયા વગર ઓફર સ્વીકારવી, તેમના તરફથી એક ગંભીર ગેરવર્તણૂક છે.'
cooling off period પૂરો કરવો જરૂરી
આદેશમાં કહેવાયું છે કે તમામ સરકારી સંગઠનોએ પોતાના કર્મચારીઓ માટે યોગ્ય નિયમ અને દિશાનિર્દેશ તૈયાર કરવા જોઈએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે કર્મચારીઓ દ્વારા સેવાનિવૃત્તિ બાદ ખાનગી ક્ષેત્રની સંસ્થાઓના કોઈ પણ પ્રસ્તાવને સ્વીકાર કરતા પહેલા ફરજિયાતપણે cooling off period નું પાલન કરવામાં આવે.
(અહેવાલ-સાભાર ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે