CBI Case: CVCએ સીલબંધ કવરમાં સોંપ્યો રિપોર્ટ, સુપ્રીમે લગાવી ફટકાર

સીજેઆઈએ કહ્યું કે, કાલે રજા હોવા છતાં અમે રજિસ્ટ્રી ઓફિસ ખોલી હતી, પરંતુ તમે રિપોર્ટ દાખલ કરી ન હતી. જેને કારણે અમે રિપોર્ટ વાંચી શક્યા ન હતા. આ પર સીવીસીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, અમે રિપોર્ટ રજૂ કરવા માંગતા હતા, પરંતુ ન કરી શક્યા.

CBI Case: CVCએ સીલબંધ કવરમાં સોંપ્યો રિપોર્ટ, સુપ્રીમે લગાવી ફટકાર

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) વિવાદમાં સોમવારે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. આ દરમિયાન CVCએ પોતાની રિપોર્ટ ત્રણ સેટમાં સીલબંધ કવરમાં દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સમય પહેલા રિપોર્ટ દાખલ ન કરવા પર સીવીસીને ફટકાર લગાવી હતી. 

સીજેઆઈએ કહ્યું કે, કાલે રજા હોવા છતાં અમે રજિસ્ટ્રી ઓફિસ ખોલી હતી, પરંતુ તમે રિપોર્ટ દાખલ કરી ન હતી. જેને કારણે અમે રિપોર્ટ વાંચી શક્યા ન હતા. આ પર સીવીસીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, અમે રિપોર્ટ રજૂ કરવા માંગતા હતા, પરંતુ ન કરી શક્યા. તેના બાદ સુપ્રિમ કોર્ટે આ મામલાની સુનવણી શુક્રવાર સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. 

ગત સુનવણીમાં 26 ઓક્ટોબરના રોજ સુપ્રિમ કોર્ટે સીવીસીને અલોક વર્માની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ 2 સપ્તાહમાં પૂરી કરીને રિપોર્ટ સુપ્રિમ કોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ તપાસની દેખરેખ સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ એ.કે. પટનાયક કરશે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈના અંતરિમ નિર્દેશક એમ.નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહિ લે. 

આલોક વર્માએ પોતાની અરજીમા કેન્દ્ર સરકાર તરફથી તેમને અનિશ્ચિતકાળની રજા પર મોકલવા તથા સીબીઆઈના ડાયરેક્ટરનું પદ એમ.નાગેશ્વર રાવને સોંપવાના મામલે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. 

सीबीआई नि'€à¤¦à¥‡à¤¶à¤• आलोक वर्मा की याचि'€à¤•à¤¾ पर सोमवार को होगी सुनवाई, CVC सौंपेगी रि'€à¤ªà¥‹à¤°à¥à¤Ÿ

આલોક વર્માએ અરજીમાં કહ્યું છે કે, સીબીઆઈ પાસેથી આશા રાખવામાં આવે છે કે, તે સ્વતંત્ર અને સ્વાયત્ત એજન્સી તરીકે કામ કરે. આવી પરિસ્થિતિને ટાળી શકાતી નથી. જ્યારે ઉચ્ચ પદો પર બેસેલા લોકોથી સંબંધિત તપાસની દિશા સરકારની મરજીની મરજી મુજબ ન થાય. હાલ એવા કેવા દિવસો આવ્યા છે કે, જેમાં તપાસ અધિકારીથી લઈને જોઈન્ટ ડાયરેક્ટર/ડાયરેક્ટર સુધી કોઈ પણ ખાસ એક્શન માટે સહમત હતા, પરંતુ માત્ર સ્પેશિયલ ડિરેક્ટરના મત અલગ હતા. 

સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સીવીસી, કેન્દ્રએ રાતોરાત મને સીબીઆઈના ડાયરેક્ટરના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો અને નવા વ્યક્તિની નિયુક્તિનો નિર્ણય લીધો. જે ગેરકાયદેસર છે. સરકારનું આ પગલુ DSPE એક્ટના સેક્શન 4-bની વિરુદ્ધ છે. જે સીબીઆઈ ડાયરેક્ટરની સ્વતંત્રતા નક્કી કરવા માટે બે વર્ષનો સમય નક્કી કરે છે. DSPE એક્ટના સેક્શન 4-b મુજબ, સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષના નેતા અને  CJIની કમિટી કરશે. સેક્શન 4b(2)માં સીબીઆઈ ડાયરેક્ટરના ટ્રાન્સફર માટે આ કમિટીની મંજૂરી જરૂરી છે. સરકાર આ આદેશનું ઉલ્લંઘન કરે છે.  

તેમણે એમ પણ કહ્યું કે, આ પહેલા સુપ્રિમ કોર્ટે પણ સીબીઆઈને સરકારના પ્રભાવથી મુક્ત કરવાની વાચ કરી છે. સરકારના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે, સીબીઆઈને DOPTથી સ્વતંત્ર કરવાની જરૂર છે. મને સીબીઆઈના અધિકારીઓ પર પૂરતો ભરોસો છે, અને આ રીતે ગેરકાયદેસર રીતે દખલ અધિકારીઓના મનોબળને તોડે છે. કેટલાક સંવેદનશીલ મામલાની કાર્યવાહીને લઈને સીબીઆઈમાં તમામ અધિકારીઓના એક મત હોય છે, જ્યારે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના મત અલગ રહેતા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news