મેષ (અલઈ)
|
- અચાનક ધન લાભ સૂચવે છે.
- આરોગ્યની જાળવણી કરવાની રહેશે.
- જેમને હૃદય સંબંધી સમસ્યા હોય તેમણે ખાસ સાચવવાનું રહેશે. મનમાં ઓમ નમઃ શિવાયનો મંત્રજાપ કરજો દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
|
વૃષભ (બવઉ)
|
- આજે પ્રણયીજનોને મીઠાં ઝઘડા પણ થાય.
- કાપડના વેપારીઓને લાભ મળતો દેખાય છે.
- આજે પેલા ગીતની પંક્તિ સ્હેજ યાદ કરી લેજો... કભી કીસી કો મુકંમલ જહાં નહીં મિલતા...
- થોડું ચલાવી લેવાનો અભિગમ અપનાવજો.
|
મિથુન (કછઘ)
|
- સમસ્યાઓ હળવી થઈ છે.
- પણ સંપૂર્ણપણે શાંત નથી થઈ.
- સંધ્યા સમયે થોડું મન ઊચાટમાં રહે.
- ધનસ્થાન પ્રબળ દેખાય છે.
|
કર્ક (ડહ)
|
- કાર્યક્ષેત્રે ઘણું કામ પહોંચે.
- શોધ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ રહેશે.
- આકરી વાણી ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું.
- સરકાર સંબંધી કાર્યોમાં સાવચેતી રાખવી.
|
સિંહ (મટ)
|
- ખોટો નિર્ણય લેવાઈ જવાની શક્યતા છે.
- તમને ઘરમાં પોતાનું માન-સન્માન ઓછું થતું લાગે.
- પણ હા, જો આપ ધાર્મિક પ્રવૃત્તિ સાથ જોડાયેલા હો તો આપને માટે સંતોષજનક પરિસ્થિતિ છે.
|
કન્યા (પઠણ)
|
- ગાઢ સંબંધો દેખાય છે.
- કુંવારા યુવક-યુવતીઓ જો સારા મિત્રો હોય તો આજે તે મિત્રતા પ્રણયીજનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
- પણ, ઘરમાં અશાંતિ ખોરવાય નહીં તે જોવું.
|
તુલા (રત)
|
- આજે તમે મગજ ખૂબ કસો.
- પરિસ્થિતિને શીર્ષાસન કરાવવાની ક્ષમતા છે આપમાં.
- રાજકીય ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, વળી જે લેબરવર્ક કરતા હોય તેમને સાનુકૂળતા રહેશે.
|
વૃશ્ચિક (નય)
|
- જીવનસાથી સાથે આજે પ્રેમમાં ભીંજાવાનું છે.
- એટલે કે, સંબંધોમાં નવી તાજગી દેખાય.
- જેમ જેમ દિવસ વીતે તેમ તેમ પ્રફુલ્લિતતા પણ વધે.
- આપના માટે આનંદપ્રદ દિવસ છે.
|
ધન (ભધફઢ)
|
- માતા તરફથી કોઈ વારસો મળી શકે.
- અન-અપેક્ષિત ધનલાભ થઈ શકે.
- પણ જો આપ ગુહ્યરોગથી પીડાતા હોવ તો સાવચેતી રાખજો.
|
મકર (ખજ)
|
- અસ્થિભંગની આછી શક્યતા છે સાચવજો.
- સ્ત્રી જાતકો માટે આનંદમય દિવસ છે.
- પણ વૈવાહિક જીવનમાં થોડી ચડભડ રહે.
- પતિ-પત્નીનો મામલામાં આખા કુટુંબનો મૂડ ન ખરાબ થાય તે જોવું પડશે.
|
કુંભ (ગશષસ)
|
- પોતાના જ્ઞાતીજનોથી લાભ રહે.
- કોઈ સીઝનલ બિમારીથી પીડાતા હોવ તો આજે રાહત મળે.
- સંતાન સંબંધી કાર્યમાં સફળતા મળે.
- આજે રાત્રે મોડે સુધી કાર્ય કરવું પડે તેવું દેખાય છે.
|
મિન (દચઝથ)
|
- પ્રારબ્ધ બળવાન છે.
- સૂક્ષ્મ અવલોકનમાં આજે રસ પડે.
- દાક્તરી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સંતોષજનક પરિસ્થિતિ રહે.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે