Corona: મળો દિલ્હીના Oxygen Man આસિમને, અત્યાર સુધી બચાવ્યા 550 લોકોના જીવ
જો કોઈને મદદની જરૂર હોય અને મદદ આપનાર વ્યક્તિ યોગ્ય સમયે મદદ કરે તો તે કોઈ દેવદૂતથી ઓછો નથી. કોરોનાના આ સંકટમાં દિલ્હીના ઓક્સિજન મેન (Oxygen Man) આસિમનો જુસ્સો પણ આપણે તે શીખવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સંક્રમણે (Coronavirus) મજબૂત પગપેસારો કરી લીધો છે. સ્મશાનમાં લાશોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. હોસ્પિટલની વ્યવસ્થા પડી ભાંગી છે. ક્યાંક બેડ નથી તો કોઈ જગ્યાએ ઓક્સિજન નથી. આવી સ્થિતિમાં ઘણા એવા લોકો છે જે દેવદૂત બનીને લોકોના જીવ બચાવી રહ્યા છે. જ્યારે દિલ્હીમાં ઓક્સિજનની ખુબ અછત છે, તેવા સમયે એક વ્યક્તિ છે જે દિલ્હીવાસી માટે 'ઓક્સિજન મેન' (Oxygen Man) બનીને સામે આવ્યો છે. નામ છે આસિમ હુસૈન.
'ઓક્સિજન બેન્ક'થી બચાવી રહ્યો છે લોકોની જિંદગી
આસિમ હુસૈન (Asim Hussain) દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહે છે અને બી હ્યૂમન નામથી એનજીઓ ચલાવે છે. આશરે 150 લોકો તેની સાથે મળી કામ કરી રહ્યાં છે. આસિમ હુસૈને ફ્રી ઓક્સિજન બેન્ક (Oxygen Bank) ખોલી રાખી છે. જેની પાસે આશરે 40 ઓક્સિજન સિલિન્ડર છે. જે માર્ચ 2020થી અત્યાર સુધી 550 લોકોને ઓક્સિજન સિલિન્ડર આપી ચુક્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં 150 લોકો સામેલ છે. તેના કારણે ઘણા લોકોને નવી જિંદગી મળી છે.
રોઝામાં માનવતાની ફરજ બજાવી
જ્યારથી કોરોનાએ ગતિ પકડી છે ત્યારથી આસિમ સારી રીતે સુઈ શકતો નથી. આસિમ રોઝા રાખે છે પરંતુ માનવતાની ફરજ બજાવી રહ્યો છે. દિવસ હોય કે રાત ફોન વાગ્યા કરે છે અને એક જ અવાજ આવે છે. અમને ઓક્સિજન સિલિન્ડર મળી જશે શું? તમારી ખુબ મહેરબાની. આસિમ કહે છે કે માંગ એટલી વધુ છે કે અમે બધા લોકોને ઓક્સિજન મોકલી શકતા નથી.
નામ પડી ગયું ઓક્સિજન મેન
આસિમ લોકોની મદદ કરવાની સાથે કોરોનાથી બચવા માટે સાવચેતી રાખી રહ્યો છે. જ્યારે કોઈ સિલિન્ડર તેની પાસે આવે છે કે ભરેલુ સિલિન્ડર કોઈને મોકલે છે તો સૌથી પહેલા તેને સેનેટાઇઝ કરવામાં આવે છે અને આપતા પહેલા તેને સમજાવે છે કે કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. લોકો હવે આસિમને ઓક્સિજન મેનના નામથી ઓળખવા લાગ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે