રાહુલ ગાંધીના નામે આ મહિલાએ કર્યું પોતાનું ચાર માળનું મકાન, દિલ્હીના આ વિસ્તારમાં આવેલું છે ઘર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ મળી છે. નિયમ પ્રમાણે અયોગ્ય ઠેરવ્યા બાદ સભ્યએ મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રાજકુમારી ગુપ્તાએ 4 માળનું મકાન રાહુલ ગાંધીના નામે કર્યું છે. રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગ્રેસ સેવા દળ સાથે જોડાયેલી છે. લોકસભાના સભ્યપદ (Lok Sabha Membership)માંથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી તેમને સરકારી બંગલો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ કોંગ્રેસે મુહિમ ચલાવી હતી મારૂ ઘર રાહુલ ગાંધીનું ઘર. રાહુલ ગાંધીને પાછલા સપ્તાહે લોકસભાના સભ્ય પદેથી અયોગ્ય જાહેર કરવાને ધ્યાનમાં રાખી લોકસભાની આવાસ સંબંધી સમિતિએ કોંગ્રેસ નેતાને 12 તુગલક લેન સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે દિલ્હીના મંગોલપુરીમાં રાજકુમારી ગુપ્તાનું ચાર માળનું ઘર છે. રાજકુમારીએ પોતાનું ઘર રાહુલ ગાંધીના નામે કરી દીધુ છે. આ ઘર રાજકુમારીને ઈન્દિરા ગાંધીના સમયે મળ્યું હતું. રાજકુમારીએ કહ્યું કે મોદી જી, રાહુલ જીને ઘરમાંથી કાઢી શકે છે, પરંતુ લોકોના દિલમાંથી નહીં.
ગુજરાતમાં સુરતની એક કોર્ટે મોદી ઉપનામ સંબંધી ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં નોંધાયેલ માનહાનિના કેસમાં તેમને 23 માર્ચે દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. અયોગ્ય ઠેરવ્યા બાદ સાંસદે તેમનું સભ્ય પદ ગયાના એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે