ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી પર FIRની સામે પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન
Trending Photos
નવી દિલ્હી: જેહાદની સામે Zee Newsની જંગ હવે નિર્ણાયક સમય પર પહોંચી ગઈ છે. Zee Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીની સામે કેરળમાં કરવામાં આવેલી FIRની સામે સમગ્ર દેશમાંથી અમને સમર્થન મળી રહ્યું છે. આ વચ્ચે Zee Newsના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી પર FIRની સામે પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન ચાલી રહ્યું છે.
પ્રદર્શન કરી રહેલા પત્રકારોએ કહ્યું કે, જો કે, દેશમાં લોકડાઉન છે, એટલા માટે અત્યારે આ સાંકેતિક પ્રદર્શન છે. પત્રકારોના અવાજને દબાવી શકાશે નહીં. તેમને બોલવાની આઝાદી પર રોક લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ લડત ઘણી આગળ જશે.
આ પણ વાંચો:- સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી
સમગ્ર દેશથી મળી રહ્યું છે Zee Newsને સમર્થન
Zee Newsની સામે #IndiaWithZee દ્વારા સોશિયલ મીડિયા પર લોકો સતત ઝી ન્યુઝને સમર્થન આપી રહ્યાં છે. દર્શક જ નહીં દેશના જાણીતા લોકો આ FIRની નિંદા કરી રહ્યાં છે. રાજકિય નેતા, અભિનેતા અને સામાજીક કાર્યકર્તાથી લઇને સામાન્ય નાગરિકોએ પણ તેને મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન ગણાવ્યો છે.
તમને જણાવી દઇએ કે, આ મુદ્દા પર કાયદો અને રાજકારણ સાથે જોડાયેલી હસ્તિઓએ કહ્યું છે કે, પૂર્વ સોલિસિટર જનર હરીશ સાલ્વેનું કહેવું છે, આ પ્રકારના દાવ-પેચ કરી દબાણ બનાવવો કાયદાને ગાળ છે. જો તમને ખરાબ લાગી રહ્યું છે તો તે બોલવાની આઝાદી છે.
કેન્દ્રીય કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું, Zee Newsએ જે રિપોર્ટ દેખાડ્યો છે તે દેશહિતમાં છે. મીડિયાને એક જ વાત કહીશ ડરવાની જરૂરીયાત નથી.
કેન્દ્રીય મંત્રીએ ગજેન્દ્ર સિંહ શેખાવત FIR પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું, મીડિયાએ સત્ય દેખાડતા જ કેટલાક કોલોને દર્દ થવા લાગે છે. જેમનું અસ્તિત્વ ખતરામાં છે, તેઓ જ આવી હરકતો કરે છે.
કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદી પર ભાષણ આપનાર FIR પર ચુપ કેમ? તથા કથિત ધર્મ નિરપેક્ષ ઘણી વખત મોટા પસંદગીના મુદ્દાઓ પર બોલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે