કરુણાનિધિ બિમાર: ઘરે નેતાઓના ટોળા, PM મોદી પણ મળવા જઇ શકે છે
રાજ્યનાં દિગ્ગજ નેતાઓથી માંડીને દેશનાં દિગ્ગજ નેતાઓ સુધી તમામે કરૂણાનિધિની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી
Trending Photos
નવી દિલ્હી : તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અનેદ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) પ્રમુખ એમ.કરુણાનિધિ હાલના દિવસોમાં બીમાર છે અને તેની હાલચાલ જાણવા માટે ઘણા મોટા નેતાઓ તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને મળવા માટે તેમના ઘરે જઇ રહ્યા છે. હવે સમાચાર છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને મળવા માટે તેમના ઘરે જઇ શકે છે. 94 વર્ષીય કરૂણાનિધિની સારવાર ચેન્નાઇ ખાતેનાં તેમના આવાસ પર જ ચાલી રહી છે.
કરૂણાનિધિની તબીયત ખરાબ હોવાના સમાચાર સાથે જ તેના ઘર પર સમર્થકોના ટોળા એક થઇ રહ્યા છે. સમર્થકો ઉપરાંત કમલ હાસન સહિત રાજ્યનાં દિગ્ગજ નેતા પણ તેમની પરિસ્થિતી જાણવા માટે ઘરે પહોંચ્યા. શુક્રવારે પણ તેમના ઘરે ઘણા મોટા નેતાઓ પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કન્યાકુમારીના સાંસદ પોન રાધાકૃષ્ણને માહિતી આપતા કહ્યું કે, જો સમય મળશે તો વડાપ્રધાન મોદી કરૂણાનિધીને મળવા માટે જશે. હું ડોક્ટર કલૈંગરને મળવા માટે જઇ રહ્યો છું, તેઓ તમિલનાડુના સૌથી મોટા નેતા છે. તેમણે રાજ્ય માટે 70 વર્ષ આપ્યા છે. વડાપ્રધાન મોદીની કરુણાનિધિ સાથે મુલાકાત અંગે રાધાકૃષ્ણને કહ્યું કે, હાલ વડાપ્રધાનના આગમનની કોઇ માહિતી નથી. કાલ તેમણે પોતે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આશા છે કે જો સમય રહ્યો તે વડાપ્રધાન નિશ્ચિત રીતે તેમને મળવા માટે પહોંચશે.
બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ પણ રવિવારે ચેન્નાઇ પહોંચી રહ્યા છે અને તેઓ બીમાર કરુણાનિધિ સાથે બપોરે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરુણાનિધીના ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થયની કામના કરી. વડાપ્રધાને તેમના પુત્ર સ્ટાલિન અને પુત્રી કનિમોઝી સાથે તેની હાલચાલ જાણવા અને દરેક શક્ય મદદ આપવા માટેની વાત પણ કરી હતી.
આ ઉપરાંત કર્ણાટકા મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી, આંધ્રના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડૂ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રીના ઝડપી સવસ્થ થવાની કામના કરી. કરુણાનિધીને 18 જુલાઇએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને રજા આપી દેવાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે