કોરોના સામે લડાઈમાં આવ્યા સારા સમાચાર, માર્ચમાં શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ

દેશમાં 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં સરકારનો પ્રયાસ છે કે જલદીથી જલદી બાકી અન્ય ઉંમર વર્ગના બાળકોને પણ વેક્સીન આપવામાં આવે. 
 

કોરોના સામે લડાઈમાં આવ્યા સારા સમાચાર, માર્ચમાં શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ

નવી દિલ્હીઃ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે અને હવે માર્ચ સુધીમાં 12થી 15 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે. તેને લઈને NTAGI એટલે કે નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનની બેઠકમાં જલદી નિર્ણય લેવામાં આવી શકે છે. 

વેક્સીનેશન ઝડપી બનાવવાની તૈયારી
માર્ચ સુધી 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ પૂરુ થવાની આશા છે, ત્યારબાદ 12થી 15 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. તે માટે વેક્સીન પણ ઉપલબ્ધ છે. 12થી 15 વર્ષના બાળકોની કોરોના વેક્સિન માટે DCFI એટલે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી ગઈ છે. 

ભારત બાયોટેકની કોવેક્સીન 12થી 15 વર્ષના ઉંમરવર્ગને આપી શકાય છે. અત્યારે 15થી 18 ઉંમર વર્ગને આ રસી આપવામાં આવી રહી છે. કોવિડ ટાસ્ટ ફોર્સના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ સોમવારે કહ્યુ કે 15-18 વર્ષ વર્ગમાં અંદાજિત 7.4 કરોડ (7,40,57,000) માંથી 3.45 કરોડથી વધુને અત્યાર સુધી વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે અને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાનો છે. 

15-18 ઉંમર વર્ગનું રસીકરણ જલદી પૂર્ણ થશે
તેમણે કહ્યું- આ ઉંમર વર્ગના કિશોર રસીકરણની પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વ ભાગ લઈ રહ્યાં છે અને રસીકરણની ગતિ જોતા 15-18 ઉંમર વર્ગના બાકી લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધી પ્રથમ ડોઝ લાગવાની સંભાવના છે. ત્યારબાજ બીજો ડોઝ ફેબ્રુઆરીના અંત સુધી આપવાની આશા છે. 

અરોડાએ કહ્યુ કે 15-18 વર્ષ ઉંમર વર્ગનું રસીકરણ થયા બાદ સરકાર માર્ચમાં 12-15 ઉંમર વર્ગનું રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. તેમણે જણાવ્યું કે, 12-15 વર્ષના ઉંમર વર્ગમાં આશરે 7.5 કરોડની વસ્તી છે. 

સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી 15-18 વર્ષના બાળકોને 3.45 કરોડથી વધુ પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનની શરૂઆત પાછલા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news