Good News: ESI કાર્ડ ધરાવતા લોકો માટે અત્યંત શુભ સમાચાર...ખાસ જાણો નહીં તો પસ્તાશો
સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીના ઘરના 10 કિલોમીટરના દાયરામાં જો ESIC હોસ્પિટલ ન હોય તો તે કર્મચારી રાજ્ય વીમા નિગમની પેનલમાં સામેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર માટે જઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીના ઘરના 10 કિલોમીટરના દાયરામાં જો ESIC હોસ્પિટલ ન હોય તો તે કર્મચારી રાજ્ય વીમા નિગમની પેનલમાં સામેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર માટે જઈ શકે છે. ગુરુવારે અધિકૃત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી.
શ્રમ મંત્રાલયના જણાવ્યાં મુજબ નવા ક્ષેત્રોમાં પણ ESI યોજનાના વિસ્તાર કરવાના પરિણામ સ્વરૂપે ESI લાભાર્થીઓની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. આવામાં હવે ESI સભ્યોને તેમના પોતાના ઘરની આસપાસ જ ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર અને તેને સશક્ત કરવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે.
કોઈ મંજૂરીની જરૂર નથી
તેમાં કહેવાયું છે કે, 'હાલ કેટલાક ક્ષેત્રોમાં ESI ના હોસ્પિટલ, ડિસ્પેન્સરી કે ઈન્શ્યૂડ મેડિકલ પ્રેક્ટિશનર (IMP) ના 10 કિલોમીટરના દાયરામાં ન હોવાના કારણે લાભાર્થીઓને ચિકિત્સા સુવિધા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં ESI લાભાર્થીઓએ હવે દેશમાં ESIC ની પેનલમાં સામેલ હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય દેખભાળની સુવિધા પ્રાપ્ત કરવાના વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ માટે લાભાર્થીને કોઈ ESIC હોસ્પિટલથી મંજૂરી લેવાની જરૂર નહીં રહે.'
આ ડોક્યૂમેન્ટ પાસે રાખો
મંત્રાલયના જણાવ્યાં મુજબ આવા ક્ષેત્રોમાં લાભાર્થીઓને ઓપીડી સેવાઓને મફત મેળવવા માટે ત્યાં જવું પડશે અને પોતાનું ESI ઓળખ પત્ર કે સ્વાસથ્ય પાસબુક દેખાડવાની રહેશે. આ ઉપરાંત આધાર કાર્ડ લઈને જવું જરૂરી રહેશે. આવા લાભાર્થીઓને ઓપીડીમાં ડોક્ટર દ્વારા લખવામાં આવેલી દવાઓ માટે કરાયેલી ચૂકવણી પાછી મેળવવાની પણ સુવિધા રહેશે.
કેશલેસ હશે હોસ્પિટલમાં દાખલ થયાની સારવાર
આ સુવિધા મેળવવા માટે લાભાર્થીએ ડિસ્પેન્સરી કે ESIC ના સ્થાનિક કાર્યાલય જવું પડશે. નિવેદન મુજબ જો લાભાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો પેનલમાં સામેલ હોસ્પિટલને 24 કલાકની અંદર ઓનલાઈન માધ્યમથી ESI ના પ્રાધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે