પાકિસ્તાનની હરકતો વાતચીતને લાયક નથી: UN સુરક્ષા પરિષદમાં સ્વરાજની ગર્જના

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન આતંકવાદ, ગ્લોબલ વોર્મિંગ અને ટકાઉ લક્ષ્યને પ્રાપ્ત કરવાના મુદ્દાઓને જોરશોરથી ઉઠાવ્યો

પાકિસ્તાનની હરકતો વાતચીતને લાયક નથી: UN સુરક્ષા પરિષદમાં સ્વરાજની ગર્જના

ન્યૂયોર્ક : વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સંયુક્ત મહાસભા (UNGA)ના 73મું સત્ર (73rd Session)ને સંબોધિત કરતા પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ભારત પોતાના પાડોશી દેશ પાકિસ્તાનના આતંકવાદથી પીડિત છે. પાકિસ્તાન આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં માહેર નથી, પરંતુ તેને છુપાવવામાં પણ માહેર છે. તેના પુરાવા વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેન ત્યાં જ છુપાયેલો હતો. 

સ્વરાજે કહ્યું કે, મુંબઇ આતંકવાદી હૂમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ખુલ્લેઆમ પાકિસ્તાનમા રૈલીઓ કરી રહ્યા છે અને ભારતને ધમકી આપી રહ્યો છે. પાકિસ્તાન તેના પર કાર્યવાહી કરવાના બદલે  તેને સંરક્ષણ આપી રહ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓને સંયુક્ત રાષ્ટ્રએ પોતાનાં પ્રતિબધિત યાદીમાં પણ સમાવેશ કર્યો છે. 

સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપતા સ્વરાજે કહ્યું કે, જો હજી પણ નહી જાગો તો આતંકવાદનો દાનવ સંપુર્ણ વિશ્વને ગ્રસી જશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અમારા પર મંત્રણા નહી કરવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યું છે. અમે વાતચીતથી જ દરેક વિવાદ ઉકેલવાનાં પક્ષમાં છે. પાકિસ્તાનની હરકતોના કારણે મંત્રણા ટળી રહી છે. તેમણે કહ્યું કે, ભારત વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને પરિવારની જેમ ચલાવવું જોઇએ. 

— ANI (@ANI) September 29, 2018

વિદેશમંત્રીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વનું સૌથી મોટુ મંચ છે, જ્યાં બધાના સુખ-દુખ વહેંચવામાં આવે છે. જ્યાં અવિકસિત અને ઓછા વિકસિત દેશો માટે યોજનાઓ બનાવવામાં આવે છે. જ્યાં વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે. વર્ષ 2015માં અમે વર્ષ 2030ના એજન્ડાને નિર્ધારિત કરતા ટકે તેવો વિકાસના લક્ષ્યાંકોની રચના કરી હતી. તે સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભારત આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી લેશે, ત્યારે જ આપણે સફળ થઇ શકીશું નહી તો નિષ્ફળ થઇ જઇશું. 

સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને જણાવ્યું કે, હું આજે તમને  વિશ્વાસમાં લેવા માંગુ છું કે ભારત તમને ક્યારે પણ નિષ્ફળ નહી થવા દે. વર્ષ 2030ના એજન્ડા અને ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ભારત સંપુર્ણ રીતે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન મોદીએ જે ગતિ અને જે પ્રમાણમાં લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે ઘણા કાર્યોને ચાલુ કર્યા છે. અમે સમયથી પહેલા જ આ લક્ષ્યોને પ્રાપ્ત કરી લઇશું. 

— ANI (@ANI) September 29, 2018

આ મુદ્દે ભારત વિશ્વને ક્યારે પણ નિષ્ફળ નહી થવા દે. તેમણે કહ્યું કે, તેના માટે મોદી સરકાર જનધન યોજના અને આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આયુષ્માન ભારત યોજના પાયાનો પથ્થર સાબિત થશે. સ્વરાજે કહ્યું કે, પીએમ મોદીએ સ્વચ્છ ભારત અને સ્વસ્થય ભારતનો સંકલ્પ લીધો છે. જે વિકસિત દેશોએ પ્રકૃતિનો વિશાન કરીને પોતાનો વિકાસ કર્યો છે, તેમને તેની જવાબદારી સ્વિકારવી પડશે. તેઓ પોતાની જવાબદારીથી ભાગી શકે નહી. તેમણે કહ્યું કે, આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ આજ સૌથી મોટી સમસ્યા છે. 

અગાઉ ગુરૂવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બ્રિક્સ સમુહના સભ્યોને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઘણા સમયથી લંબાયેલો સુધારાઓને પ્રાપ્ત કરીને મહત્વપુર્ણ મુદ્દાઓ પર સભ્યોની વચ્ચે મતભેદ ન થવો જોઇએ અને આ મુદ્દે પર તેમને દ્રઢતાથી વાત રાખવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73મા સત્રથી ઇત્તર બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા સ્વરાજે કહ્યું કે, બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના પાંચ સભ્યોની સમૂહની શરૂઆત એક દશક પહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં યાસ્થિતી ખતમ કરવા અને બહુપક્ષવાદની વિકૃતિઓને સુધારવા માટે થઇ હતી. તેમણે કહ્યું કે, એક દશક બાદ બહુપક્ષવાદનું આહ્વાન યથાસ્થિતીને મજબુત કરવા માટેનહી પરંતુ તેને બદલવાનું હોવું જોઇએ. 

સ્વરાજે કહ્યું કે, વ્યાપક સ્તર પર જો બ્રિક્સને વધારે મજબુત થઇને ઉભરવાનું છે, તો અમારે આગામી વર્ષોમાં સંયુક્ત સરોકર મુદ્દાઓ પર સારી સમજુતી અને સંમતી વિકસિત કરવી પડશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ રમોદીના બહપક્ષવાદમાં સુધારનું આહ્વાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સંયુક્ત સુરક્ષા પરિષદમાં સુધારનો સૌથી મહત્વનો એજન્ડા અત્યાર સુધી અધુરો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષામાં સુધાર અને પોતાની સભ્યતાની માંગ કરી રહ્યા છે. 

વિદેશમંત્રીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની ચર્ચા અનંતકાળની કવાયત ન હોઇ શકે. સુરક્ષા પરિષદની યોગ્યતા અને શાખ સતત ઘટી રહી છે. બ્રિક્સમાં આંતરરાષ્ટ્રીય શાસનનાં મહત્વનાં ક્ષેત્રમાં આંતરિક વિભાજીત થવાનાં બદલે અમારે વધારે મજબુત અવાજમાં પોતાની વાત મુકવી પડશે. 

સ્વરાજે આતંકવાદ વિરોધી પર સંયુક્ત કાર્યવાહી માટે બ્રિક્સ દેશોની રણનીતિને રખાંકિત કરતા કહ્યુ કે, આતંકવાદી સંગઠનોના સમર્થનના પાયાના ઢાંચાને ધ્વસ્ત કરવાનું પ્રથમ પગલું હશે. લશ્કર એ તોયબા, આઇએસઆઇએસ, અલ કાયદા, જૈશ એ મોહમ્મદ, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવા આતંકવાદી સંગઠનો જે સરકારી સમર્થન પર ફળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news