પ્રવીણ તોગડિયાને અયોધ્યામાં મળી એન્ટ્રી, ઉપવાસ પર બેસી કરશે વિરોધ
તોગડિયા સરયુ કિનારે પરમહંસદાસની સમાધિ પર કાર્યકર્તાઓ સાથે ઉપવાસ પર બેસી ગયા હતા
Trending Photos
અયોધ્યા : આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ (AHP)ના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાને આખરે ફૈઝાબાદ જિલ્લા તંત્રએ અયોધ્યામાં પ્રવેશ આપ્યો.તે અગાઉ તોગડિયાનાં કાફલાનાં વાહનોને અયોધ્યાનાં બહારનાં હાઇવે પર અટકાવવામાં આવ્યા. મહંત રામચંદ્રદાસ પરમહંસના સમાધિ સ્થળની તરફ 40થી50 સમર્થકોની સાથે તોગડિયા પગપાળા રવાના થયા હતા.
બીજી તરફ ત્યાર બાદ તોગડિયાસરયૂ કિનારે પરમહંસ દાસની સમાધિ પર કાર્યકર્તાઓની સાથે ઉપવાસ પર બેઠા. તેમણે તંત્ર પર આરોપ લગાવ્યો છે કે વાહનો અને તેનાં સમર્થકોને અયોધ્યામાં આવવાથી અટકાવવામાં આવ્યા. ઉપવાસ કરી રહેલા તોગડિયાએ કહ્યું કે, જ્યાં સુધી કાર્યકર્તાઓને ભોજન અને રહેવાની વ્યવસ્થા તંત્ર નહી કરે, ત્યા સુધી તેમનાં ધરણા ચાલુ રહેશે. તોગડિયાએ કહ્યું કે, રાત્રી વિશ્રામ તેઓ અહીં જ કરશે.
અગાઉ તોગડિયાનાં અયોધ્યા કુચ કાર્યક્રમ મુદ્દે તંત્રએ પોતાની રણનીતિ બદલતા અયોધ્યામાં સરયૂ સ્નાન અને દર્શન કરવાની પરવાનગી આપી હતી. જો કે તોગડિયાને સભા અને ઉપવાસ કરવા માટેની પરવાનગી નહોતી આપવામાં આવી. તોગડિયાએ 22 અને 23 ઓક્ટોબરે અયોધ્યામાં જનસભાની જાહેરાત કરી હતી.
સીઓ અયોધ્યા રાજુ કુમાર સાવનાં અનુસાર તોગડિયાના કાર્યક્રમને તંત્રએ પરવાનગી નથી આપી. તેમણે જણાવ્યું કે, અયોધ્યા દર્શન કરવા હજારો લોકો રોજિંદી રીતે આવે છે. કોઇને રોકવામાં નહી આવે. એવામાં તોગડિયાના પણ દર્શન, સ્નાન અને પુજન પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી લાગ્યો. સમગ્ર સુરક્ષામાં તેઓ દર્શન અને સરયુ સ્નાન કરી શકશે.
બીજી તરફ તંત્ર સાથે ઘર્ષણ અટકાવવાની આશંકાને જોતા અયોધ્યામાં ખાસ સતર્કતા વર્તવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા તોગડિયાએ એએચપી નામના સંગઠનની જાહેરાત કરી હતી. તોગડિયા સતત કેન્દ્રની મોદી સરકાર પર રામ મંદિર નિર્માણમાં મોડુ થઇ રહ્યું હોવાનો આરોપ લગાવતા નિશાન સાધી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે