Farmers Protest: કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો

બેઠકમાં સામેલ થયેલા કિસાનો પોતાની માગ પર અડગ છે. કિસાનોએ સરકારનું ભોજન પણ ઠુકરાવી દીધુ હતું. ખેડૂતોએ બેઠક દરમિયાન પોતાનું ભોજન પણ સાથે લઈને આવ્યા હતા. 
 

Farmers Protest: કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા  (Farm Bill 2020)ને લઈને કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે. જાણકારી પ્રમાણે કિસાનોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સરકાર અને કિસાનો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. બેઠકમાં 40 સંગઠનોના કિસાન નેતા સામેલ છે. 

સૂત્રોનું કહેવું છે કે વાતચીતમાં કિસાનોનું વલણ આક્રમક છે. કિસાન પોતાની માગ પર અડિગ છે. કિસાનોએ સરકારે આપેલા ભોજન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, અને તે પોતાનું ભોજન સાથે લઈને ગયા હતા. કિસાનોનું કહેવું છે કે તે સરકાર પાસે પોતાની માગને મનાવીને રહેશે. 

દિલ્હી બોર્ડર પર છે કિસાન
મહત્વનું છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોના પ્રદર્શનનો આજે આઠમો દિવસ છે. સિંધુ, ટિકરી અને દિલ્હી-યૂપી સરહદ પર હજારોની સંખ્યામાં કિસાનો હાજર છે. વિરોધની લડાઈ હવે એવોર્ડ અને સન્માન વાપસી સુધી પહોંચી ગઈ છે. 

— ANI (@ANI) December 3, 2020

પ્રકાશ સિંહ બાદલે પરત કર્યું પદ્મ વિભૂષણ સન્માન
ક્યારેક એનડીએના સાથી રહેલા શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે ભારત સરકાર તરફથી મળેલા પદ્મ વિભૂષણ સન્માન પરત કરી દીધુ છે. પ્રકાશ સિંહ બાદલે લખ્યુ છે, 'હું એટલો ગરીબ છું કે કિસાનો માટે કુરબાન કરવા માટે પાસે વધુ કંઈ નથી, હું જે પણ છું તે કિસાનોને કારણે છે. તેવામાં જો કિસાનોનું અપમાન થઈ રહ્યું છે તો, તો કોઈ સન્માન રાખવાનો ફાયદો નથી.'

કેપ્ટને માગ્યો પીએમને મળવાનો સમય
તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માગ્યો છે. આ પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે ગૃહમંત્રી સાથે થયેલી મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હું સમસ્યાનું સમાધાન ન કરી શકું. કિસાન આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. કિસાન આંદોલનની પંજાબની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. કિસાન આંદોલનનું જલદી સમાધાન કાઢવુ જોઈએ. મેં મારી વાત ગૃહમંત્રી સામે રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news