જમ્મુ કાશ્મીરમાં ISIS ની દસ્તક : સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર, SOG જવાન શહીદ
આતંકવાદી સંગઠન ISIS હિજબુલ મુજાહીદ્દીન જેવા અન્ય આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરની ધરતીને નિર્દોષોના લોહીથી રક્તરંજિત કરવા માટે આઇએસઆઇએસ આતંકીઓ ઘાટીમાં દસ્તક આપી રહ્યા છે. ISISના આતંકીઓએ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી હિજબુલ મુજાહીદ્દીન જેવા આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં આતંકની મોટી ઘટનાઓને અંજામ આપવા માટે ફિરાકમાં છે. જોકે આ આતંકીઓ પોતાના મનસુબામાં સફળ થાય એ પહેલા જ સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જોકે આ ઓપરેશનમાં એક જવાન શહીદ થયા છે.
આઇએસઆઇએસના આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં લોહીની નદીઓ વહાવવાની ફિરાકમાં હતા. આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. જોકે સુરક્ષા જવાનોને એની બાતમી મળતાં આ આતંકીઓને અનંતનાગ જિલ્લામાં શ્રીગુફવારા વિસ્તારમાં પડકાર્યા હતા. સટીક ઓપરેશનને પગલે આતંકીઓને શુક્રવારે સવારે ચારે બાજુથી ઘેરા લેવાયા હતા અને સરેન્ડર કરવા કહેવાયું હતું.
Encounter started in early hours of the morning, there was information of 3-4 terrorists' presence. 3 bodies (of terrorists) are being retrieved. 1 Policeman is reportedly martyred & 2 civilians are injuries: J&K DGP S.P. Vaid on encounter underway in Anantnag's Srigufwara pic.twitter.com/HrxmS3nMDo
— ANI (@ANI) June 22, 2018
જોકે આ દરમિયાન આતંકીઓએ જવાનો પર અંધાધૂંધ ગોળીબારી શરૂ કરી હતી. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કરતાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા હતા. જોકે આ ઓપરેશનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના એક જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જવાનને તત્કાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જોકે ગંભીર ઇજાઓને પગલે જવાને બલિદાન આપતાં શહાદત વહોરી હતી.
Terrorists reportedly affiliated to Islamic State of Jammu and Kashmir (ISJK), tweets SP Vaid, DGP J&K on terrorists killed in an ongoing encounter in Anantnag's Srigufwara area. (file pic) pic.twitter.com/xWYQUXYFDs
— ANI (@ANI) June 22, 2018
આતંકીઓએ મકાન માલિકનો જીવ લીધો
સુત્રોના જણાવ્યા અનુસાર આંતકીઓની ગોળીનો શિકાર બનેલા બે સ્થાનિક લોકોમાં એક મકાન માલિક છે જ્યાં આતંકીઓએ આસરો લીધો હતો. એ મકાનના માલિક અને પત્નીને આતંકીઓએ સૌથી પહેલા શિકાર બનાવ્યા હતા. આતંકીઓએ બંનેને ગોળીથી ઉડાવી મકાનની બહાર ફેંકી દીધા હતા. દંપતિએ સુરક્ષા જવાનોને જણાવ્યું હતું કે આતંકીઓએ એમને એમના ઘરમાં બંધક બનાવ્યા છે. બંને મૃતકની ઓળખ મોહમ્મદ યૂસુફ અને એની પત્ની હફીઝા તરીકે થઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે