ભાજપના દિગ્ગજ નેતા અને બિહારના પૂર્વ ડે.સીએમ સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીનું નિધન થયું છે. બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી તેઓ એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.
Trending Photos
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીનું નિધન થયું છે. બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી તેઓ એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.
बिहार के पूर्व उप मुख्यमंत्री व पूर्व राज्यसभा सांसद श्री सुशील कुमार मोदी जी के निधन पर उन्हें भावभीनी श्रद्धांजलि।
यह बिहार भाजपा के लिए अपूरणीय क्षति है।
ॐ शांति शांति pic.twitter.com/IEyMeH2Htt
— Samrat Choudhary (Modi Ka Parivar) (@samrat4bjp) May 13, 2024
બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને તેમના નિધનની જાણકારી આપી. આ સાથે દુખ પણ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તથા પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલકુમાર મોદીજીના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. આ બિહાર ભાજપ માટે અપૂર્ણીય ક્ષતિ છે.
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और बिहार के पूर्व उपमुख्यमंत्री श्री सुशील मोदी जी अब हमारे बीच नहीं रहे । पूरे भाजपा संगठन परिवार के साथ-साथ मेरे जैसे असंख्य कार्यकताओं के लिए यह एक अपूरणीय क्षति है । अपने संगठन कौशल,प्रशासनिक समझ और सामाजिक राजनीतिक विषयों पर अपनी गहरी… pic.twitter.com/s50hqX2Vdc
— Vijay Kumar Sinha (मोदी का परिवार) (@VijayKrSinhaBih) May 13, 2024
બિહારના બીજા ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હાએ પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી સુશીલ મોદીજી આપણી વચ્ચે રહ્યા નથી. આખા ભાજપ સંગઠન પરિવારની સાથે સાથે મારા જેવા અસંખ્ય કાર્યકરો માટે આ એક અપૂર્ણીય ક્ષતિ છે. પોતાના સંગઠન કૌશલ, પ્રશાસનિક સમજ અને સામાજિક રાજનીતિક વિષયો પર ઊંડી જાણકારી માટે તેઓ હંમેશા યાદ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે