CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવે સુપ્રીમ સક્ષમ હાજર થતા પહેલા માંગી માફી
પોતાના માફીનામાં નાગેશ્વર રાવે કહ્યું કે, તેમણે ઇરાદા પુર્વક સુપ્રીમ કોર્ટનાં આદેશની અવહેલના નહોતી કરી
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની અવગણના મુદ્દે સીબીઆઇનાં પૂર્વ વચગાળાનાં નિર્દેશક નાગેશ્વર રાવે માફી માંગી છે. સુપ્રીમ કોર્ટમાં પોતાની બિનશર્તી માફીનામું આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. આ મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનવણી થવાની છે. પોતાના માફીનામામાં નાગેશ્વર રાવે કહ્યું કે, તેમણે જાણી બુઝીને સુપ્રીમ કોર્ટનાં આદેશની અવહેલના નથી કરી, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસની સીબીઆઇ તપાસમાં સુપ્રીમ કોર્ટની મરજી વગર તપાસ ટીમમાં રહેલા કોઇ અધિકારીનું ટ્રાન્સફર કરવામાં નહી આવે.
નાગેશ્વર રાવે તપાસ ટીમનાં ચીફ સીબીઆઇ અધિકારી એકે શર્માનું 17 જાન્યુઆરીના રોજ સીબીઆઇનાં સીઆરપીએફમાં બદલી કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની અવમાનનાં મુદ્દે સીબીઆઇનાં પુર્વ વચગાળાનાં ચીફ નાગેશ્વર રાવની મંગળવારે સુપ્રીમ કોર્ટમાં રજુ થવાનું છે. બિહારના મુજફ્ફરપુર આશ્રય ગૃહ બળાત્કાર મુદ્દે સુપ્રીમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન કરવા અંગે સુપ્રીમ કોર્ટની અવગણનામાં નાગેશ્વર રાવને મંગળવારે કોર્ટમાં રજુ થવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મુજફ્ફરપુર આશ્રય ગૃહ બળાત્કાર કેસની તપાસ જોઇ રહેલા સીબીઆઇનાં અધિકારી એકે શર્માને સીબીઆઇમાંથી ટ્રાન્સફર કરવાનાં કારણે આ આદેશ આપ્યો હતો.
એકે શર્મા સીબીઆઇમાં સંયુક્ત નિર્દેશક પદ પર હતા અને તેમનો કાર્યકાળ હજી સુધી સીબીઆઇમાં બચેલો હતો, પરંતુ નાગેશ્વર રાવનાં સીબીઆઇને વચગાળાનાં નિર્દેશક બનતાની સાથે જ શર્માની બદલી સીબીઆઇથી સીઆરપીએફમાં કરી દેવામાં આવી હતી. 17 જાન્યુઆરીએ બદલીનાં આદેશ આપ્યાહ તા. જેમાં સીઆરપીએફનાં એડિશનલ ડાયરેક્ટર બનાવાયા હતા. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ નિર્દેશકને પણ આદેશ આપ્યો છે કે તેઓ સોમવાર સુખી કોર્ટને જણાવે કે શર્મા બદલીની પ્રક્રિયામાં કયા કયા અધિકારોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે