Gemology: કેરિયરના અનુસાર ધારણ કરો આ રત્નો, મળશે અપાર સફળતા
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ વ્યક્તિના જીવનમાં થનાર વિકાસમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. એવામાં રત્ન શાસ્ત્રમાં વ્યક્તિને કેટલાક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
Trending Photos
Gem Stone For Success: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના અશુભ પ્રભાવ વ્યક્તિના જીવનમાં થનાર વિકાસમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. એવામાં રત્ન શાસ્ત્રમાં વ્યક્તિને કેટલાક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ તમારા કેરિયરમાં કંઇક કરવા માંગો છો, સફળતા મેળવવા માંગો છો. અને મહેનત છતાં તમને મહેનત પ્રમાણે સફળતા મળતી નથી, તો તેના માટે રત્ન શાસ્ત્રમાં કેટલાક રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણો...
કલા અને મીડીયા ક્ષેત્ર માટે
અભિનય, ગાયકી, નાટ્ય, મોડલિંગ, મીડીયા વગેરે ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો,તેમને બુધ ગ્રહનો રત્ન પન્ના અને શુક્ર સંબંધિત રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રત્ન તેના માટે વિશેષ ફળદાયી છે. જ્યોતિષિય સલાહથી આ રત્નોના ઉપરત્નોને પણ ધારણ કરી શકાય છે.
એન્જીનિયરિંગમાં સફળતા મેળવવા માટે
જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે સિવિલ એન્જીનિયરિંગના ક્ષેત્રમાં શનિનું આધિપત્ય હોય છે. એટલા મઍટે તમે આ લાઇનમાં સફળતા મેળવવા માંગો છો, તો શનિ સાથે જોડાયેલા રત્નો નીલમને ધારણ કરવો જોઇએ. નીલમ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને ધારી સફળતા પ્રાપ્ત થશે. તેમછતાં કોઇપણ રત્ન ધારણ કરતાં પહેલાં એક જ્યોતિષ પાસે સલાહ લો.
ડોક્ટર વગેરે ક્ષેત્ર માટે
મેડિકલ ક્ષેત્રમાં આગળ વધનાર લોકો માટે સૂર્ય ઉપરાંત મંગળ, શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલા રત્નોને ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટર અથવા મેડિકલમાં સફળતા મેળવવા માટે જાતક મોતી, માણિક્ય અને હીરા રત્ન ધારણ કરી શકે છે.
કોમ્યુટર ટેક્નોલોજીના ક્ષેત્ર માટે
રત્ન શાસ્ત્રના અનુસાર કોમ્યુટર ટેક્નોલોજી અને સોફ્ટવેર એન્જીનિયરિંગના ક્ષેત્રમાં નામ કમાનાર જાતક ગોમેદ રત્ન ધારણ કરી શકે છે. તેને જ્યોતિષીય સલાહથી જ વિધિથી ધારણ કરશે તો મનપસંદ સફળતા પ્રાપ્ત કરશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે