Gujarat Assembly Election: તો આ દિવસે જાહેર થશે ગુજરાતની ચૂંટણી, જાણો મતદાન અને પરિણામની સંભવિત તારીખ
ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટો છે. તેમાંથી 40 સીટો અનામત છે. 27 સીટો આદિવાસીઓ માટે અનામત છે, જ્યારે બાકી 13 સીટો અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે. આદિવાસી સીટો પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission of India) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Himachal Pradesh Assembly Election) ની જાહેરાત કરી દીધી છે. 2017ની જેમ હિમાચલ પ્રદેશની ચૂંટણી અલગ યોજાશે. વચ્ચે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે બંને રાજ્યોની ચૂંટણી એક સાથે થઈ શકે છે, પરંતુ તેમ થયું નહીં. પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે પાછલી ચૂંટણીની જેમ બંને રાજ્યોના પરિણામ એક સાથે આવશે. તેનો સીધો મતલબ છે કે 15મી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? તે 8 ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે. સવારે જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદની સૂચના આપી તો અટકળો લાગી કે શું ગુજરાત ચૂંટણીની જાહેરાત થશે?
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત 22 ઓક્ટોબર કે 29 ઓક્ટોબરમાંથી કોઈ એક તારીખે થઈ શકે છે. 22 ઓક્ટોબરે ધનતેરસ છે અને 29 ઓક્ટોબરે લાભ પાચમનું પર્વ છે. લાભ પાચમના દિવસે ગુજરાતમાં તમામ નાના-મોટા વેપારીઓ પોતાના કારોબારની ફરી શરૂઆત કરે છે. મુહૂર્ત કરે છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 નવેમ્બર કે 30 નવેમ્બરે થઈ શકે છે, જ્યારે બીજા તબક્કા માટે 4-5 ડિસેમ્બરે મતદાન થઈ શકે છે. જ્યારે મતની ગણતરી 8 ડિસેમ્બરે થશે.
2017માં 14મી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ત્યારે 9 ડિસેમ્બર અને બીજા તબક્કા માટે 14 ડિસેમ્બરે મતદાન થયું હતું. 18 ડિસેમ્બરે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપને 99 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી. બે સીટો પર બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) અને એક સીટ પર એનસીપી ઉમેદવારને જીત મળી હતી. જ્યારે ત્રણ સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દલિત નેતા જિગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી ચૂંટણી જીતી વિધાનસભા પહોંચ્યો હતો.
2017ની ચૂંટણીમાં મતદાતાઓમાં ઓછો જોશ જોવા મળ્યો હતો. 69.1 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં 30,015,920 મત પડ્યા હતા. 2017ની ચૂંટણીમાં ભાજપની 16 સીટ ઘટી હતી તો કોંગ્રેસની 16 સીટ વધી હતી. ભાજપને ચૂંટણીમાં 49.05% મત મળ્યા હતા તો કોંગ્રેસને 41.44% મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યું હતું. તેને બહુમત માટે જરૂરી 92 સીટથી માત્ર 7 સીટ વધુ મળી હતી. પરિણામ બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યની કમાન સંભાળી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે