Mathura Shahi Eidgah: જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી

Mathura Shahi Eidgah: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ હવે મથુરામાં  શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નજક શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગણી ઉઠી  છે. કોર્ટે આ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે. 

Mathura Shahi Eidgah: જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી

Mathura Shahi Eidgah:  વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ હવે મથુરામાં  શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નજક શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગણી ઉઠી  છે. મથુરા કોર્ટે આ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે. કોર્ટ વીડિયોગ્રાફી સર્વે કરાવવાની અરજી અંગે એક જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. 

વાત જાણે એમ છે કે અરજીકર્તા મનીષ યાદવ, મહેન્દ્ર પ્રતાપ સિંહ અને દિનેશ શર્માએ અલગ અલગ પણ એક જ પ્રકારની અરજી કરી હતી જેમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવાની માગણી કરાઈ હતી. આ અરજી કોર્ટે સ્વીકારી લીધી છે. તમામ અરજીકર્તાઓને એક જ તારીખ એટલે કે પહેલી જુલાઈ સુનાવણી માટે આપી છે. 

અરજીકર્તા મનીષ યાદવનું કહેવું છે કે ઈદગાહની અંદર જે પણ શિલાલેખ છે તેને અન્ય પક્ષ દ્વારા હટાવવામાં આવી શકે છે કે પુરાવાને નષ્ટ થઈ શકે છે. બંને પક્ષકારોની હાજરીમાં ત્યાં ફોટોગ્રાફી કરાવવામાં આવે અને તમામ તથ્યોને ભેગા કરવામાં આવે. આ મામલે પહેલી જુલાઈએ સુનાવણી થશે. અન્ય એક વાદી મહેન્દ્ર સિંહનું કહેવું છે કે 'તેમણે સૌથી પહેલા કૃષ્ણ જન્મસ્થાન  અને ઈદગાહ મસ્જિદ મામલે 24 ફેબ્રુઆરી 2021ના રોજ એક પ્રાર્થનાપત્ર આપ્યું હતું. જેમાં વીડિયોગ્રાફી કરીને કમિશનરની નિયુક્તિની માગણી કરી હતી. પ્લેસ ઓફ બર્થ એક્ટના કારણે તેના પર કોઈ નિર્ણય થઈ શક્યો નહીં. એકવાર ફરીથી 9 મે 2022ના રોજ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું.'

બીજીબાજુ શાહી ઈદગાહ મસ્જિદના વકીલ તનવીર અહમદનું કહેવું છે કે વાદી છેલ્લા 2 વર્ષમાં અલગ અલગ પ્રકારના પ્રાર્થના પત્ર આપતા રહ્યા છે, તેમને પોતાને ખબર નથી કે તેઓ આખરે શું કહેવા માંગે છે. મથુરામાં બંનેના ધર્મસ્થળ અલગ છે. વીડિયોગ્રાફીની કોઈ જરૂરિયાત નથી. અત્રે જણાવવાનું કે ઈદગાહ મસ્જિદને લઈને અત્યાર સુધીમાં 10 અરજી મથુરા કોર્ટમાં દાખલ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે શ્રીકૃષ્ણ જન્ભૂમિ અને ઈદગાહ મસ્જિદ મામલે મહત્વના નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે મથુરાની કોર્ટને 4 મહિનાની અંદર તમામ અરજીઓની પતાવટના આદેશ આપ્યા. આ સાથે જ સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોના સુનાવણીમાં સામેલ ન થવા પર એકપક્ષી આદેશ આપવાનો પણ નિર્દેશ આપ્યો. ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના વાદ મિત્ર મનિષ યાદવની અરજી પર સુનાવણી કરતી વખતે અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય જણાવ્યો હતો. હિન્દુ પક્ષકાર તરફથી દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news