હાર્દિક અગાઉ કોંગ્રેસ માટે રોજિંદા પગાર પર કામ કરતો હતો, હવે સભ્ય બન્યો છેઃ BJP

ઓમ માથુરે જણાવ્યું કે, કોંગ્રેસના ઈશારા પર હાર્દિકની આગેવાનીમાં આંદોલન કરવામાં આવી રહ્યાહતા, હવે પાર્ટીમાં જોડાઈ ગયા બાદ તેને કાયમી નિમણૂક મળી ગઈ છે 
 

હાર્દિક અગાઉ કોંગ્રેસ માટે રોજિંદા પગાર પર કામ કરતો હતો, હવે સભ્ય બન્યો છેઃ BJP

જયપુરઃ પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. ત્યાર બાદ બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ માથુરે હાર્દિક પટેલ પર નિશાન તાકતા કહ્યું કે, તે હવે કાયમી સભ્ય બની ગયો છે. આ અગાઉ તે કોંગ્રેસ માટે રોજિંદા પગાર પર કામ કરતો હતો. 

ઓમ માથુરે જણાવ્યું કે, કોંગ્રેસના ઈશારા પર હાર્દિકની આગેવાનીમાં આંદોલન કરવામાં આવી રહ્યાહતા, હવે પાર્ટીમાં જોડાઈ ગયા બાદ તેને કાયમી નિમણૂક મળી ગઈ છે. ગુજરાત કોંગ્રેસમાં હાલ ભાગદોડ મચેલી છે અને લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હજુ બીજા 4-5 ધારાસભ્ય ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. ઓમ માથુરે કોંગ્રેસને પોતાનું ઘર સંભાળવાની પણ સલાહ આપી છે. 

હાર્દિક પટેલ દ્વારા ચૂંટણી લડવાની સંભાવનાઓ અંગે ઓમ માથુરે જણાવ્યું કે, તે જામીન પર છુટેલો છે. તેને બચાવી રાખવામાં સફળ થાય તો જ ઘણી મોટી વાત કહેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news