હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં કંકાસ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- 'મને ગોળી મારી દો'
Trending Photos
ચંડીગઢ: હરિયાણા કોંગ્રેસમાં પડેલું ભંગાણ આજે ખુલીને સામે આવેલું જોવા મળ્યું. પાર્ટીના પ્રદેશ પ્રમુખ અશોક તંવરે હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય માટે નારાજગી ઝેલવી પડી અને તેમણે ગુસ્સામાં કહ્યું કે, "જો તમે મને ખતમ કરવા માંગતા હોવ તો મને ગોળી મારી દો." પાર્ટીના હરિયાણા પ્રભારી ગુલામ નબી આઝાદે નવી દિલ્હીમાં મંગળવારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજર પાર્ટીના એક નેતાએ દાવો કર્યો કે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નીકટના ધારાસભ્યોએ તંવરને નિશાન બનાવ્યા. વિધાયકોએ રાજ્યમાં પાર્ટીની લોકસભાની 10માંથી એક પણ બેઠક ન જીતવા પર હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી છે.
તંવરનો ગુરુવારે સંપર્ક સાધવામાં આવ્યો અને તેમણે કહ્યું કે જ્યાં સુધી પાર્ટી અધ્યક્ષ અને પાર્ટી નેતૃત્વ ઈચ્છે ત્યાં સુધી તેઓ કોંગ્રેસને મજબુત કરવાનું કામ કરતા રહેશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે બેઠકમાં રાજ્ય કોંગ્રેસના તમામ 17 ધારાસભ્યોએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તથા વર્તમાન ધારાસભ્ય કુલદીપ શર્માએ કરનાલ લોકસભા સીટ પર ખરાબ પ્રદર્શન માટે તંવરને જવાબદાર ઠેરવ્યાં.
જેના પર શર્મા અને તંવર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. શર્માએ તંવર ઉપર હાલમાં જ કરનાલમાં આયોજિત રાજ્ય શાખાની બેઠકમાં તેમને નહીં બોલાવવાનો પણ આરોપ લગાવ્યો. જેના પર તંવરે કહ્યું કે તેમણે ફોન ઉપાડ્યો નહતો. આ વાદ-વિવાદ વચ્ચે હુડ્ડાના સમર્થકોએ પ્રદેશ શાખાના નેતૃત્વ પરિવર્તનની માગણી કરી.
જેના પર આઝાદે તેમને એકજૂથ થઈને કામ કરવાની શીખામણ આપી. કારણ કે ગણતરીના મહિનાઓમાં હવે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. કહેવાય છે કે આઝાદે બેઠકમાં કહ્યું કે હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનનો કોઈ પણ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે.
જુઓ LIVE TV
બેઠકમાં હાજર એક નેતાએ કહ્યું કે પોતાની જ પાર્ટીના લોકોના આરોપ-પ્રત્યારોપમાં ઘેરાયેલા તંવરે કહ્યું કે, "જો તમે મને સમાપ્ત કરવા માંગતા હોવ તો મને ગોળી મારી દો." હુડ્ડાના વિશ્વસનીય ધારાસભ્યે આરોપ લગાવ્યો કે તંવરે બેઠકમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
તંવરે કહ્યું કે, "મેં મારો સંયમ ગુમાવ્યો નહતો. હું પાર્ટીનો અનુશાસિત સિપાઈ છું. હું પાર્ટીને મજબુત કરવા માટે મારી સમગ્ર ક્ષમતા લગાવી રહ્યો છું. આપણે આ વખતે એક પણ સીટ નથી જીતી શક્યા પરંતુ આપણે મેળવેલા મતોની ટકાવારી લગભગ 6 ટકા જેટલી વધી છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે