કંગના વિવાદ: શિવસેના નેતા સંજય રાઉતે મુકેશ અંબાણી અને અક્ષયકુમારને ધમકી આપી?
મુકેશ અંબાણી ભલે વ્યવસાયિક કારણોથી ખામોશ રહે પરંતુ હવે સમય આવી ગયો છે કે અક્ષયકુમારે ખુલીને અન્યાય વિરુદ્ધ સામે આવવું જોઈએ. સંજય રાઉતની આ ધમકી બાદ હવે અક્ષયકુમાર માટે મુંબઈના ફિલ્મ જગતમાં આગળ વધવાનું મુશ્કેલ થવાનું છે. ધ્યાનથી જોઈએ તો સમજમાં આવે છે કે આ ધમકી અક્ષયકુમારનું નામ લઈને જ કેમ આપવામાં આવી છે?
Trending Photos
નવી દિલ્હી: મુકેશ અંબાણી ભલે વ્યવસાયિક કારણોથી ખામોશ રહે પરંતુ હવે સમય આવી ગયો છે કે અક્ષયકુમારે ખુલીને અન્યાય વિરુદ્ધ સામે આવવું જોઈએ. સંજય રાઉતની આ ધમકી બાદ હવે અક્ષયકુમાર માટે મુંબઈના ફિલ્મ જગતમાં આગળ વધવાનું મુશ્કેલ થવાનું છે. ધ્યાનથી જોઈએ તો સમજમાં આવે છે કે આ ધમકી અક્ષયકુમારનું નામ લઈને જ કેમ આપવામાં આવી છે?
રાષ્ટ્રવાદી અભિનેતા છે અક્ષયકુમાર
વેટરન એક્ટર મનોજકુમાર બાદ હિન્દી સિનેમા જગતમાં બીજા ભારતકુમારનો સિક્કો જો કોઈને અઘોષિત રીતે મળ્યો હોય તો તે છે અભિનેતા અક્ષયકુમાર. છેલ્લા બે દાયકાથી તેમણે અનેક દેશભક્તિવાળી હિન્દી ફિલ્મોમાં નાયકની ભૂમિકા ભજવી છે અને તેમની દરેક ફિલ્મ દર્શકોએ બીરદાવી છે.
પીએમ મોદીએ પણ કર્યા વખાણ
અક્ષયકુમાર પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઓળખાય છે. ટોયલેટ એક પ્રેમકથા જેવી સાહસિક અને સ્વચછતા વિશે ફિલ્મ બનાવવાનું સાહસ ફક્ત અક્ષયકુમાર જ કરી શકે. આ વિષયના બેકગ્રાઉન્ડમાં પીએમ મોદીનું સ્વચ્છ ભારત અભિયાન હતું. પીએમ મોદીએ અક્ષયકુમારને બીરદાવ્યા પણ હતાં અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અક્ષયકુમારને યુપીના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યાં છે. એટલું જ નહીં ઉત્તરાખંડમાં પણ સીએમ રાવતે તેમને ઉત્તરાખંડના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે.
અક્ષયકુમારે સામે આવવું જોઈતું હતું
સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં અક્ષયકુમાર અને મુકેશ અંબાણી માટે લખ્યું છે કે ઓછામાં ઓછું અક્ષયકુમાર જેવા મોટા કલાકારે તો સામે આવવું જોઈતું હતું. મુંબઈ તેમને ઘણું આપ્યું છે. મુંબઈએ તો અહીં દરેકને આપ્યું છે પરંતુ મુંબઈ માટે આભાર વ્યક્ત કરવામાં લોકોને કષ્ટ પડે છે. દુનિયાભરના ધની લોકો મુંબઈમાં રહે છે. પરંતુ મુંબઈનું અપમાન થતા આ લોકો માથું ઝૂકાવીને ચૂપ બેઠા છે. મુંબઈ સાથે તેમનો સ્વાર્થ ફક્ત તેનું દોહન કરવાનો અને પૈસા કમાવવાનો જ છે. કોઈ રોજ મુંબઈ પર બળાત્કાર કરે તો પણ તેમને કોઈ ફરક પડવાનો નથી. પરંતુ આ લોકોએ એક વાત ન ભૂલવી જોઈએ કે 'ઠાકરે'ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે.'
મુકેશ અંબાણી કેમ નિશાન બન્યા?
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરોક્ષ રીતે સંજય રાઉતનું નિશાન બન્યા. તેનું કારણ સમજી શકાય છે. મુકેશ અંબાણી પીએમ મોદીના નજીકના છે આથી તેમને પણ નિશાન બનાવીને સંજય રાઉતે કોઈ ચોંકાવનારું કામ કર્યું નથી. કહેવાય છે કે કંગના રનૌત નીતા અંબાણીની સારી બહેનપણીઓમાંથી એક છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા પણ ખબર ચાલી રહ્યાં છે કે મુકેશ અંબાણીએ કંગનાને આશ્વાસન આપ્યું છે કે તેઓ પોતાના કાર્યાલયનું નિર્માણ ફરીથી કરાવે અને તેમા થનારો ખર્ચ તેઓ પોતે આપશે. શું આ કારણે જ ઉદ્ધવ સરકારે મુકેશ અંબાણી પર કાળઝાળ છે કે પછી કોઈ બીજુ પણ કારણ છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે