અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં આજે CJIની અધ્યક્ષતામાં નવી બેન્ચ કરશે મહત્વની સુનાવણી
ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે (29 ઓક્ટોબર) મહત્વની સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે.એમ જોસફની બેન્ચ સોમવાર સવારે 11 વાગ્યા પછી આ મામલે સુનાવણી શરૂ કરવાના છે. ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના રિટાયર્ડ થયા પછી સોમવારે થનારી સુનાવણીમાં ત્રણેય નવા જજોની નિયુક્તી કરાઇ છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે નવા મામલે સુનાવણીનો દિવસ હોય છે. તે દિવસે નવા કેસની ઝડપી સુનાવણી થાય છે, એવામાં આઇટમ નંબર 43ના તરીકે સૂચીબદ્ધ અયોધ્યા કેસ પર પણ લાંબી સુનાવણી થશે નહીં. હવે જોવાનું રહેશે કે કોર્ટ નિયમિત સુનાવણીને લઇને શું કહે છે.
વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર મુદ્દે આજથી સુપ્રીમ કોર્ટમાં ચાલુ થશે સુનવણી: રાજકીય ગરમા ગરમી વધી
ગત સુનાવણીમાં જ મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે 1994માં ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન:વિચાર માટે બંધારણની બેન્ચ મોકલવાની ના પાડી. મુસ્લિમ પક્ષોને નમાઝ માટે મસ્જિદ ઇસ્લામનો એક આવશ્યક ભાગ નથી કહેતા ઇસ્માઇલ ફારૂકીના નિર્ણય પર પુન:વિચાર કરવાની માંગ કરી હતી.
તમને જણાવી દઇએ કે, રામ મંદિર માટે થઇ રહેલા આંદોલન દરમિયાન 6 સપ્ટેમ્બરે 1992થી અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી દેવામાં આવી હતી. આ મામલે ગુનાહિત કેસની સાથેસાથે દીવાની કેસ પણ ચાલ્યો હતો. ટાઇટલ વિવાદથી સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
અલાહાબાદ હાઇકોર્ટે 30 સપ્ટેમ્બર 2010 માં અયોધ્યા ટાઇટલ વિવાદમાં નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણયમાં કેહવામાં આવ્યું હતું કે વિવાદિત જમીનને 3 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવે, જે જગ્યા પર રામલલાની મૂર્તિ છે ત્યાં રામલલા બિરાજમાનને આપવામાં આવે. સીતા રસોઇ અને રામ ચબૂતરા નિર્મોહી અખાડાને આપવામાં આવે. જ્યારે બાકીની એક તૃતીયાંશ જમીન સુન્ની વફ્ક બોર્ડને આપવામાં આવે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: J&K: ઘરે જવા માટે લુક બદલ્યો, દાઢી કરી છતા પણ આતંકવાદીઓએ ઠાર માર્યા
ત્યારે, બીજી બાજુ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના નિર્ણયની સામે અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે ઘણી અને પક્ષકારોની અરજીઓ આવી હતી. સુપ્રીમ કોર્ટે 9 મે 2011માં આ મામલે અલાહાબાદ હાઇ કોર્ટના આદેશ પર રોક લગાવી આ મામલે સુનાવણી કરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદથી આ મામલો પેન્ડિંગ પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે