Shocking Video: દુલ્હન 'બિન્દાસ' થઈને કરી રહી હતી ડાન્સ, બેકાબૂ કારે જાનૈયાઓને કચડી નાખ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન કારની સનરૂફ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે જ્યારે આ દરમિયાન એક દર્દનાક અકસ્માત સર્જાઈ જાય છે.

Shocking Video: દુલ્હન 'બિન્દાસ' થઈને કરી રહી હતી ડાન્સ, બેકાબૂ કારે જાનૈયાઓને કચડી નાખ્યા

મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગર (Muzaffarnagar) માં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન કારની સનરૂફ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે જ્યારે આ દરમિયાન એક દર્દનાક અકસ્માત સર્જાઈ જાય છે. આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે બહાદુરપુર ગામના પ્રમોદ નામના વ્યક્તિનું મોત થઈ ગયું. 

લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો
આ મામલો મુઝફ્ફરનગર (Muzaffarnagar) ના નાઈ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ ગામ બહાદુરપુરના સિંચાઈ વિભાગના કર્મચારી અંશુલની જાન શેનનગરમાં આવી હતી. જાન હાઈવે પરથી પસાર થઈ ત્યારે ખુશીઓનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. આ દરમિયાન દુલ્હન (Bride) કારના સનરૂફ પર ડાન્સ કરી રહી હતી. દુલ્હનને ડાન્સ (Dance) કરતા જોઈને અનેક લોકો કાર નજીક આવી ગયા. આ દરમિયાન એક કાર બેકાબૂ બનીને જાનૈયાઓ પર ચડી ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે ડઝન જેટલા લોકો ઘાયલ થયા. 

— AMAR (@amar4media) February 17, 2021

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જનારો કારચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news