Farmers Protest:અકળાયેલા ખેડૂત નેતાનો બળાપો- 'વિપક્ષ મજબૂત હોત તો ખેડૂતો રસ્તા પર ન ઉતર્યા હોત'
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 34મો દિવસ છે અને દિલ્હીની તમામ સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂતો સતત કાયદો પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેત (Rakesh Tikait) એ વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 34મો દિવસ છે અને દિલ્હીની તમામ સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂતો સતત કાયદો પાછો ખેંચવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેત (Rakesh Tikait) એ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે નબળા વિપક્ષના કારણે ખેડૂતો આજે રસ્તા પર છે.
દેશમાં વિપક્ષ મજબૂત રહેવો જોઈએ- રાકેશ ટિકેત
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે ક્રાંતિ ચિંગારી બનશે. દેશના ખેડૂતો છે, સરકારે વાત માની લેવી જોઈએ. વિપક્ષ મજબૂત નથી. દેશમાં વિપક્ષ હોવો જોઈએ. જો વિપક્ષ મજબૂત હોત તો અમારે રસ્તાઓ પર ઉતરવાની જરૂર ન પડત.
If the Opposition were strong, what was the need for farmers to launch the agitation?: Bharatiya Kisan Union Spokesperson Rakesh Tikait on allegations that Opposition parties are misleading farmers on the new agriculture laws pic.twitter.com/MhagYE2uYY
— ANI UP (@ANINewsUP) December 29, 2020
એક મહિનાથી ચાલી રહ્યું છે ખેડૂતોનું પ્રદર્શન
અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલુ છે. આ બધા વચ્ચે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 6 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે પરંતુ અત્યાર સુધી કોઈ સહમતિ બની નથી. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી તબક્કાની વાતચીત હવે 30 ડિસેમ્બરે થશે. ખેડૂતોએ વાતચીત માટે સરકારે 29 ડિસેમ્બરની તારીખ આપી હતી. પરંતુ સરકાર તરફથી 30 ડિસેમ્બરનું આમંત્રણ મળ્યું. જેને ખેડૂતોએ સ્વીકારી લીધુ. પરંતુ સરકારને એજન્ડા જણાવવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે