ગોળીબારના અવાજથી ગુંજી ઘાટી, કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા

કાશ્મીરમાં આજે આતંકીઓએ ત્રણ સામાન્ય નાગરિક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે આતંકીઓને ઝડપવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

ગોળીબારના અવાજથી ગુંજી ઘાટી, કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી એક કલાકની અંદર આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર થયો. ત્યારબાદ શ્રીનગરના મદીન સાબિબમાં એક સ્ટ્રીટ હોકર પર આતંકીઓએ ગોળીઓનો વરસાદ કર્યો અને હવે બાંદીપુરા જિલ્લામાં એક સામાન્ય નાગરિકની ગોળીમારી હત્યા કરી દીધી છે. 

પોલીસે કહ્યું કે, આતંકીઓએ જે વ્યક્તિને નિશાન બનાવ્યો છે તેની ઓળખ નાયદખાઈ નિવાસી મોહમ્મદ શફી લોનના રૂપમાં થઈ છે. આ વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ સંપૂર્ણ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાવાળા ક્ષેત્રમાં પોલીસની તૈનાતી પણ કરી દેવામાં આવી છે. 

— ANI (@ANI) October 5, 2021

આ ઘટનાના થોડા સમય પહેલા આતંકીઓએ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારી હત્યા કરી દીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 68 વર્ષીય બિંદરૂને હુમલાખોરોએ તે સમયે ગોળી મારી દીધી જ્યારે તે દુકાન પર દવાઓ આપી રહ્યાં હતા. આતંકીઓએ આ ઘટનાને શ્રીનગરના ઇકબાલ પાર્ટમાં અંજામ આપ્યો. ગોળી માર્યા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા. 

તો ત્રીજી ઘટના પણ શ્રીનગરમાં ઘટી, જ્યાં એક સ્ટ્રીટ હોકરને આતંકીઓએ ગોળીઓ મારી. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે, આતંકીઓએ શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં આ ત્રણેય વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news