ગુજરાત માટે સૌથી મોટી ચિંતા: જો આ નિર્ણય પાછો નહી લેવાય તો ઘેર ઘેર બેરોજગારીની હોળી સળગશે

સિરામિક ઉદ્યોગકારોને સોમવારે રાતે ૧૨ વાગ્યે ગુજરાત ગેસ કંપની દ્વારા મેસેજ મોકલાવવામાં આવ્યો હતો કે, આજથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ટેક્સ સાથે ૧૦.૭૫ રૂપિયાનો પ્રતિ કયુબિક મીટરમાં ભાવ વધારો કરવામાં આવેલ છે.

ગુજરાત માટે સૌથી મોટી ચિંતા: જો આ નિર્ણય પાછો નહી લેવાય તો ઘેર ઘેર બેરોજગારીની હોળી સળગશે

મોરબી : સિરામિક ઉદ્યોગકારોને સોમવારે રાતે ૧૨ વાગ્યે ગુજરાત ગેસ કંપની દ્વારા મેસેજ મોકલાવવામાં આવ્યો હતો કે, આજથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ટેક્સ સાથે ૧૦.૭૫ રૂપિયાનો પ્રતિ કયુબિક મીટરમાં ભાવ વધારો કરવામાં આવેલ છે અને આ ભાવ વધારાને સિરામિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી. જેથી આગામી દિવસોમાં મોરબીની ટાઇલ્સના કેટલાક કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નહી. જો સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો ગેસના ભાવ વધારા પછી નફો લેવાની વાત તો દૂર રહી મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન કરીને તેનો માલ વેચવો પડશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

મોરબી સિરામિકમાં વપરાતો નેચરલ ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી આપવામાં આવે છે. જે લોકો એમજીઓ એટલે કે કરાર કરીને ગેસ લેતા હોય છે તેને ત્રણ રૂપિયા સસ્તો ગેસ મળે છે. જો કે, ગેસના ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ સાથે તે ભાવ વધારો ૧૦.૭૫ રૂપિયા જેટલો થાય છે. જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સની પડતર કિંમત ઊંચી થઈ જશે. હાલમાં લગભગ ૧૫૦ થી વધુ કારખાના બંધ છે અને હજુ કેટલાક કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નથી. આ ભાવ વધારાથી મોરબીના સિરામિક ઉધ્યોગ ઉપર મહિને ૨૧૦ કરોડથી વધુનું ભારણ વધી જશે.

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં શું ભાવથી ઉધ્યોગકારોને ગેસ મળશે તે પ્રશ્ન હતો ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા લેખિતમાં જાણ કરીને આજથી જે ગ્રાહકો કરાર વગર ગેસ મેળવી રહ્યા છે તેમને પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૫૦.૫૧ રૂપિયા લાગશે. જો કે, કરાર કરીને જે ગ્રાહકો ગેસ લઈ રહ્યા છે તેમને પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૩૭.૩૬ હતો. જો કે, તેમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે. જેથી હવે તેમને પ્રતિ કયુબિક મીટરનો ભાવ ૪૭.૫૧ રૂપિયા લાગશે અને આ ભાવ ઉપર ટેક્ષ અલગથી લાગશે. અત્રે ઉલેખનીય છે કે, ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેની ૧૫ દિવસથી એક મહિના પહેલા જાણ કરવામાં આવે તેવી રજૂઆતો મોરબીના સિરામિક એસો. દ્વારા વર્ષોથી કરવામાં આવે તો પણ ગેસ કંપની દ્વારા તેને ધ્યાને લવેમાં આવતી નથી અને મનસૂફી મુજબ ભાવ વધારો કરવામાં આવે છે. 

મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા સતત અને રાતોરાત વધારો કરવામાં આવી રહ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેમ કે, મોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે. જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવતા ઉદ્યોગકારોને નફો તો દૂરની વાત છે ખોટ ખાઈને વેપાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. 

છેલ્લા વર્ષોમાં વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિત કોરોના પછી પણ અડીખમ ઉભો છે. જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરતાં પહેલા સિરામિક ઉદ્યોગકારોને ભાવ વધારા અંગેની જાણ કરવામાં આવે તો તે મુજબ ઉધ્યોગકારો આયોજન કરી શકે છે. પરંતુ રાતોરાત જ ભાવ વધારો કરવામાં આવે છે જેથી કરીને દેશના જુદા જુદા રાજ્યોના વેપારી તેમજ વિદેશની પાર્ટીઓ પાસેથી ચારથી પાંચ મહિના પહેલા માલનો ઓર્ડર લેનારા ઉદ્યોગકારોને મોટુ નુકશાન થાય છે. અત્યાર સુધી જે ગેસ  ટેક્સ વગર ૩૭.૩૬ ના ભાવથી એમજીઓ  કરનારને મળતો હતો તે આજથી જ નવો ભાવ ૪૭.૫૧ લાગશે અને આ ભાવ વધારા મુજબ ઉદ્યોગકારો તેના ગ્રાહક પાસેથી તેઓની પ્રોડક્ટનો વધુ ભાવ લઈ શકતા નથી માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ કંપનીનો ૯૦ ટકાનો ગ્રાહક હોવા છતાં પણ તેને હાલમાં ટકવુ મુશકેલ બની ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news