India China Disengagement: ગોગરા હોટ સ્પ્રિંગ પોઈન્ટ-15થી પાછળ હટી રહી છે ભારત અને ચીનની સેના, વાતચીતમાં બની હતી સહમતિ

India China Disengagement: ભારત અને ચીની સૈનિકો ગોગરા હોટ સ્પ્રિંગ પેટ્રોલિંગ પોઈન્ટ 15 (PP-15) ના ક્ષેત્રથી પાછળ હટી રહ્યાં છે. 
 

India China Disengagement: ગોગરા હોટ સ્પ્રિંગ પોઈન્ટ-15થી પાછળ હટી રહી છે ભારત અને ચીનની સેના, વાતચીતમાં બની હતી સહમતિ

નવી દિલ્હીઃ ગલવાન ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ ખુબ વધી ગયો હતો. પરંતુ બંને દેશોએ કૂટનીતિક અને સૈન્ય વાતચીત કરી મામલાનો હલ કાઢવાનો સતત પ્રયાસ કર્યો. ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની 16માં રાઉન્ડની થયેલી વાતચીતમાં બનેલી સહમતિ અનુસાર આજે તણાવ ઓછો કરનારા સમાચાર આવ્યા છે. રક્ષા મંત્રાલયે સંયુક્ત નિવેદન જાહેર કરી જણાવ્યું કે ગોગરા-હોટસ્પિંગ્સ (પીપી 15) ક્ષેત્રથી ભારત અને ચીનના સૈનિકોએ સુનિયોજિત રીતે પાછળ હટવાનું શરૂ કરી દીધુ છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સરહદી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. 

અત્યાર સુધી ચીન માન્યું નહીં
અત્યાર સુધી ચીન ગોગરા હોટસ્પ્રિંગ્સમાં પેટ્રોલિંગ પોઈન્ટ પીપી-15થી પાછળ હટવા માટે તૈયાર નહોતું. તેવામાં ભારતે પણ પોતાના સૈનિકોની તૈનાતી વધારી દીધી હતી. બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કરવામાં આવ્યા હતા. હકીકતમાં ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર સત્તાવાર રૂપથી હજુ સીમાંકન થયું નથી. અહીં ઘણી પોસ્ટ કે પોઈન્ટ છે જેનો ઉપયોગ સૈનિક પોતાનું નિયંત્રણ બનાવી રાખવા માટે કહે છે. એલએસી પાસે લદ્દાખમાં 60થી વધુ પેટ્રોલિંગ પોઈન્ટ્સ છે. 

— ANI (@ANI) September 8, 2022

છેલ્લા બે વર્ષથી એલએસી પર ચાલી રહેલા તણાવ દરમિયાન જે વિવાદિત વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો તેમાંથી આ વિવાદિત હતો. પરંતુ જૂના ફ્લેશ પોઈન્ટ સાથે જોડાયેલ ડેપસાંગ પ્લેન અને ડેમચોકમાં હજુ તણાવ જારી છે. પીપી-15માં ડિસએન્ગજમેન્ટને લઈને 16માં રાઉન્ડની બેઠકમાં સહમતિ બની હતી. 

શું કહ્યું રક્ષામંત્રાલયે
આ બાબતે રક્ષામંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ભારત ચીન કોર કમાન્ડર સ્તરની બેઠકમાં 16માં રાઉન્ડમાં બનેલી સામાન્ય સહમતિ અનુસાર ગોગરા-હોટસ્પ્રિંગ્સના ક્ષેત્રમાં ભારત અને ચીની સૈનિકોએ આજે પાછળ હટવાનું શરૂ કર્યું છે. આપસી તાલમેલની સાથે તૈનિકોની વાપસી કરાવવામાં આવી રહી છે. જે સરહદી વિસ્તારમાં શાંતિ માટે અનુકૂળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news