Corona Update: કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં 6.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે 339 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં 6.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે 339 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 27,254 કેસ નોંધાયા હતા. જ્યારે આજે જાહેર કરેલા આંકડા મુજબ 25 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. 

નવા 25 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,404 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,32,89,579 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 3,62,207 દર્દીઓ સારવાર હેઠળ છે. સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ નવા 27,254 દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા લગભગ 6.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

339 દર્દીઓના મૃત્યુ
સરકારી આંકડા મુજબ એક દિવસમાં 339 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,43,213 પર પહોંચી ગયો છે. એક દિવસમાં આ સાથે 37,127 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલાઓની સંખ્યા 3,24,84,159 પર પહોંચી ગઈ છે. કોરોનાથી રિકવરી રેટ  હાલ 97.58 ટકા છે. વીકલી પોઝિટિવિટી રેટ 2.07 ટકા છે જે છેલ્લા 81 દિવસથી 3 ટકાની નીચે યથાવત છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.78 ટકા છે જે છેલ્લા 15 દિવસથી 3 ટકાની નીચે જળવાઈ રહ્યો છે. 

— ANI (@ANI) September 14, 2021

75 કરોડથી વધુ ડોઝ
દેશમાં કોરોનાને માત આપવા માટે રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. જે હેઠળ અત્યાર સુધીમાં 75,22,38,324 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 78,66,950 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે. 

કેરળમાં હજુ પણ વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી જે 25,404 નવા કેસ નોંધાયા છે તેમાંથી 15,058 કેસ કેરળમાં નોંધાયા છે. 339 મૃત્યુમાંથી પણ 99 મૃત્યુ કેરળમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news