Malabar Exercise: 13 વર્ષ બાદ US, જાપાન, ઓસ્ટ્રેલિયાની નૌસેના સાથે સમુદ્રમાં ભારત, ચીનની વધી બેચેની
24th Malabar Exercise: ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌસૈનિક અભ્યાસ શરૂ કરી દીધો છે. 13 વર્ષ બાદ ચારેય દેશોની નૌસેનાઓ પ્રથમવાર કોઈ મહા નૌસૈનિક અભ્યાસમાં એક સાથે ભાગ લઈ રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌસૈનિક અભ્યાસ શરૂ કરી દીધો છે. 13 વર્ષ બાદ ચારેય દેશોની નૌસેનાઓ પ્રથમવાર કોઈ મહા નૌસૈનિક અભ્યાસમાં એક સાથે ભાગ લઈ રહી છે. તેને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિસ્તારવાદી ચીન માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. બીજીતરફ ચીનને માલાબાર અભ્યાસના ઉદ્દેશ્ય વિશે શંકા છે. તેને લાગે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવના નિયંત્રિત કરવાનો પ્રયાસ છે.
2 તબક્કામાં અભ્યાસ, પ્રથમ બંગાળની ખાડી તો બીજો અરબ સાગરમાં
માલાબાર અભ્યાસનો પ્રથમ તબક્કો વિશાખાપટ્ટનમની નજીક બંગાળની ખાડીમાં શરૂ થયો છે. તેનું સમાપત 6 નવેમ્બરે થશે. તેનો બીજો તબક્કો 17-20 નવેમ્બર દરમિયાન અરબ સાગરમાં થશે. ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રીએ તેને એક સુરક્ષિત, ખુલા અને સમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવાની એક મહત્વપૂર્ણ તક ગણાવી છે. આ રીતે ભારતમાં અમેરિકાના દૂતાવાતે તેને હિંદ-પ્રશાંતમાં ચારેય દેશો વચ્ચે મજબૂત રક્ષા સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધતા જાહેર કરનાર ગણાવ્યો છે.
Indian Navy, United States Navy, Japan Maritime Self Defence Force, & Royal Australian Navy are participating in 24th #Malabar naval exercise that started in Bay of Bengal today: Indian Navy pic.twitter.com/gU4pi33j2K
— ANI (@ANI) November 3, 2020
ચીન થયું બેચેન
ચીનને માલાબાર અભ્યાસના ઉદ્દેશ્ય વિશે શંકા છે કારણ કે તે અનુભવે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. આ અભ્યાસની શરૂઆત વિશે પૂછવા પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેન્બિગે કહ્યુ- અમે આશા કરીએ તે પ્રાસંગિક દેશોનું સૈન્ય અભિયાન આ ક્ષેત્રની શાંતિ તથા સ્થાયિત્વ વિરુદ્ધ નહીં પરંતુ તેને અનુકૂળ હશે. ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે 'શીત યુદ્ધ વાળી માનસિકતા' હેઠળ પોતાના સહયોગિઓનું એક સંયુક્ત મોર્ચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
માલાબાર અભ્યાસમાં ભાગ લઈ રહ્યાં છે ઈન્ડિયન નેવીના 5 જહાજ
માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ઈન્ડિયન નેવીના 5 જહાજ ભાગ લઈ રહ્યાં છે, જેમાં એક સબમરીન પણ સામેલ છે. આ સિવાય અમેરિકી નેવીની જોન એસ મૈક્કૈન મિસાઇલ ડેસ્ટ્રોયર, ઓસ્ટ્રેલિયાનું Ballarat યુદ્ધ જહાજ અને જાપાનનું ડિસ્ટ્રોયર ભાગ લઈ રહ્યું છે. એક રક્ષા સૂત્રએ જણાવ્યું કે, આ મહિનાના અંતમાં ભારત અને અમેરિકાના આ અભ્યાસમાં એરક્રાફ્ટ પણ સામેલ કરશે.
MP By-Election: મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન, ધાર જિલ્લાની બદનાવર સીટ પર બન્યો રેકોર્ડ
1992મા શરૂ થયો હતો માલાબાર અભ્યાસ
માલાબાર અભ્યાસ 1992મા હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના અને અમેરિકી નૌસેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસના રૂપમાં શરૂ થયો હતો. જાપાન 2015મા આ અભ્યાસમાં જોડાયું હતું. અમેરિકા ચતુષ્પક્ષીય ગઠબંધનને રણનીતિક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાનેનિયંત્રણમાં રાખવા માટે એક સુરક્ષિત પાયો આપવાની તરફેણ કરતું રહ્યું છે. માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસની આ 24મી એડિશન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે