એ પાણી ઉપર ચાલે છે! હવામાં ઉડે છે! સેનાના જવાનનો વીડિયો વાયરલ! ભલભલા હીરો પણ તેની સામે ભરે છે પાણી!

નહીં જોયો હોય ક્યાંય આવો જોશ, ભારતીય સેનાના જવાનની કડક તાલિમ જોઈ ભલભલા યુવાનો અને ફિલ્મના હીરો પણ તેના અનોખા અંદાજને જોઈને અચરજ પામી જાય છે.

એ પાણી ઉપર ચાલે છે! હવામાં ઉડે છે! સેનાના જવાનનો વીડિયો વાયરલ! ભલભલા હીરો પણ તેની સામે ભરે છે પાણી!

નવી દિલ્લીઃ ભારતીય સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંથી એક છે. ભારતીય સેનામાં સામેલ થવા માટે જવાનોએ સખત મહેનત કરવી પડે છે. તેમની તાલીમ ખૂબ મુશ્કેલ ભરી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય સેનાના શૈર્ય અને હિંમત જોવા મળે છે. સેનાના જવાનો કઈ હદે દુશ્મનો સામે લડવા સક્ષમ છે તે આ વીડિયો પરથી જોઈ શકાશે. સેનાના અધિકારીઓ હોય કે બોલીવુડના સિતારાઓ સૌ કોઈ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરી રહ્યાં છે. તમે પણ એકવાર આ જવાનની સ્ફૂર્તિ અને જોશ જોશો તો જોશમાં આવી જશો...

No description available.

 

— Major Pawan Kumar, Shaurya Chakra (Retd) 🇮🇳 (@major_pawan) January 4, 2022

 

વીડિયોમાં જોઈ શકાય છે કે મિલિટરી યુનિફોર્મ પહેરેલો એક જવાન જબરદસ્ત ટ્રેનિંગ કરતો જોવા મળે છે. તેની કડક તાલિમને જોઈ સૌ કોઈ અચંભિત રહી શકે. જવાનની સ્ફૂર્તી તેમજ કતરબોને જોઈ આજકાલના યુવાનોને પણ શરમાઈ જાય. વાયરલ થઈ રહેલા વીડિયોએ સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. જવાનોની કડક તાલિમને નિહાળી મોટી સંખ્યામાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે. આખરે શું છે આ વીડિયોમાં આવો જોઈએ.

No description available.

 

— Vidyut Jammwal (@VidyutJammwal) January 4, 2022

 

કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ સેનાનો જવાન છે. આ યુવક ખૂબ જ કડક ટ્રેનિંગ કરતો જોવા મળે છે. ક્યારેક તે પોલ પર ઉભો રહે છે તો ક્યારેક એક હાથથી પુશઅપ મારતો જોવા મળે છે. તેની ખૂબ જ અઘરી પ્રેક્ટિસ જોઈને દરેકને આશ્ચર્યચકિત થઈ જાય છે. એકવાર તો તે પાણીમાં પણ દોડતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો @major_pawan નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - જય હિંદ. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો વપરાશકર્તાઓએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. એક યુઝરે તેને દેશનું ગૌરવ ગણાવ્યું અને બીજા યુઝરે તેને સલામ કર્યું. જવાનનો શાનદાર સ્ટંટ જોઈને તમામ યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે પણ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે આ વીડિયોને 'જય હિંદ' કેપ્શન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news