રાજકોટ ટ્રાફિક પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું! રોડ રોલરથી બુલેટના સાઇલેન્સરો તોડ્યા પણ તૂટ્યા નહિ...
પોલીસ પ્રોહીબિશનના કેસમાં દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી નાશ કરતી હોય છે તેવી જ રીતે મોડીફાઇડ સાઇલેન્સરોનો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા. 1 કલાક સુધી રોડ રોલર ફેરવી સાઇલેન્સરોના નાશની કામગીરી કરવી પડી હતી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ટ્રાફિક પોલીસે બુદ્ધિનું દેવાળું ફૂંકયું છે. બુલેટના મોડીફાઇડ સાઇલેન્સરને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 497 બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા હતા. 497 ડિટેઇન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ બુલેટ છોડાવવા માટે પોલીસનો સંપર્ક પણ કર્યો નથી. જ્યારે 350 બુલેટના મોડીફાઇડ સાઇલેન્સરો પોલીસે કબ્જે કર્યા હતા. જેનો શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશન ખાતે કબ્જે કરેલા મોડીફાઇડ સાઇલેન્સરોનો નાશ કરવા રોડ રોલર મંગાવ્યું હતું. જોકે સાઇલેન્સરો પર રોડ રોલર ફર્યું પણ સાઇલેન્સરોનો નાશ થવાને બદલે માથે ફરતું રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસ પ્રોહીબિશનના કેસમાં દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી નાશ કરતી હોય છે તેવી જ રીતે મોડીફાઇડ સાઇલેન્સરોનો નાશ કરવાનો પ્રયત્નો કર્યા હતા. 1 કલાક સુધી રોડ રોલર ફેરવી સાઇલેન્સરોના નાશની કામગીરી કરવી પડી હતી. અંતે સાઇલેન્સરોને ડેમેજ જ કરી શક્યા હતા. સામાન્ય રીતે લોખંડ કે સ્ટીલનો નાશ કરવો હોય તો કારખાનાની ભઠ્ઠીમાં ઓગળવાનો હોઈ છે. તેને બદલે પોલીસે રોડ રોલર ફેરવી બુદ્ધિનું દેવાળું ફૂંકયું હતું.
DCP પૂજા યાદવે કહ્યું હતું કે, બુલેટમાં લોકો મોડીફાઇડ કરી સાઇલેન્સર બદલાવતા હોઈ છે. તેમાં જે અવાજ પ્રદુષણ કરતા બુલેટ સામે કાર્યવાહી કરી હતી. શો-રમ ચાલકો જ એસેસરીઝ બદલવાના નામે મોડીફાઇડ સાઇલેન્સર ફિટ કરી દેતા હોય તો RTO કામગીરી કરી શકે છે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, બુલેટના મોડીફાઇડ સાઇલેન્સરો સામે કાર્યવાહી કરવામાં આવી. પરંતુ દુકાનોમાં વેંચાતા મોડીફાઇડ સાઇલેન્સરો સામે કાર્યવાહી કરવાની સત્તા પોલીસની છે. જ્યારે ઓથોરાઈઝર ડીલર મોડીફાઇડ સાઇલેન્સરો એસેસરીઝના નામે બદલી આપતા હોય તો ચેકીંગ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે