રેલવેએ 2 વર્ષ પહેલા શરૂ કરી સૌથી મોટી ભરતી પ્રક્રિયા, જાણો શું આવ્યા અપડેટ
Trending Photos
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) સફળતાની સાથે દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયા પૂરી કરવા જઈ રહી છે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની ભરતી પ્રક્રિયાને પૂરી કરવામાં આવી છે. આસિસ્ટેન્ટ લોકો પાયલટ અને ટેક્નિશિયનની 64 હજાર પોસ્ટ માટે 47 લાખ 45 હજાર ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પેનલે તેમાંથી 56378 ઉમેદવારને અપ્રૂવ કર્યા હતા.
રેલવે અનુસાર, જેવું લોકડાઉન પૂર્ણ થશે 19, 120 લોકોની ટ્રેનિંગ શરૂ થશે. રેલવેના જણાવ્યા અનુસાર બાકી ઉમેદવારોને તબક્કાવાર ટ્રેનિંગ કરાવવામાં આવશે. રેલવેએ આ સાથે જ નોન-ટેક્નિકલ કેટેગરી માટે યોજાનાર પરીક્ષાની પણ તૈયારી ઝડપી કરી દીધી છે. નોન-ટેક્નિકલ કેટેગરી માટે 1,26,30,885 ઓનલાઇન આવેદન રેલવેને મળ્યા છે.
આ પણ વાંચો:- ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર? ISI હડક્વોર્ટરમાં મળ્યા સેના પ્રમુખ
આટલી મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેથી, કોરોનાને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ વિસ્તૃત વ્યવસ્થા કરવી પડશે. રેલ્વેએ કહ્યું છે કે, ઓનલાઇન સાઇટ અને સંદેશ દ્વારા ઉમેદવારોને પરીક્ષા વિશે અપડેટ કરવામાં આવશે.
રેલવેએ કહ્યું કે, જે ઉમેદવારોએ આવેદન કર્યા છે, તેમને સલાહ આપી છે કે, તેઓ ઓફિશિયલ કમ્યુનિકેશનને જ માને. સોશિયલ મીડિયા અને કોઈ અફવાહ પર ધ્યાન ન આપે. રેલવેએ બે વર્ષ પહેલા આ પ્રક્રિયા શરૂ કરી હતી અને આ દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયા માનવામાં આવી રહી છે. જે વેકેન્સી રેલવેએ બહાર પાડી છે, તેમાંથી મોટાભાગની પોસ્ટ રેલવેના ઓપરશનલ અને સેફ્ટી સાથે જોડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે