વરસાદે વિરામ લીધો: અનેક જિલ્લાઓમાં સામાન્ય છુટો છવાયો વરસાદ નોંધાયો

રાજ્યમાં અનેક જિલ્લાઓનાં અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1 ઇંચથી 1 મી.મી જેટલો વરાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે એક ઇંચ વરસાદ ભાવનગરમાં નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા રવિવારથી વરસાદનું જોર થોડુ ઓછુ પડ્યું છે. ગઇકાલે માત્ર એક ઇંચ વરસાદ જ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી ગુરૂવાર અને શુક્રવાર માટે કરવામાં આવી છે. 
વરસાદે વિરામ લીધો: અનેક જિલ્લાઓમાં સામાન્ય છુટો છવાયો વરસાદ નોંધાયો

ગાંધીનગર : રાજ્યમાં અનેક જિલ્લાઓનાં અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1 ઇંચથી 1 મી.મી જેટલો વરાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે એક ઇંચ વરસાદ ભાવનગરમાં નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા રવિવારથી વરસાદનું જોર થોડુ ઓછુ પડ્યું છે. ગઇકાલે માત્ર એક ઇંચ વરસાદ જ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી ગુરૂવાર અને શુક્રવાર માટે કરવામાં આવી છે. 

કોરોનામાં ફી માટે શાળાઓનાં ગતકડા, વિદ્યાર્થીઓને પરીક્ષાનાં નામે શાળાએ બોલાવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસું નિયત સમય કરતા ન માત્ર વહેલું બેસી ગયું પરંતુ વરસ્યું પણ ઘણુ સારું હતું. અત્યાર સુધીમાં જેટલો વરસાદ પડવો જોઇએ તેના કરતા ઘણો વધારે વરસાદ વરસી ચુક્યો છે. જેના પગલે અનેક જળાશયો તો ચોમાસાના પ્રથમ તબક્કામાં જ  ઓવરફ્લો થઇ ચુક્યા છે. 

વરસાદની તાલુકા અનુસાર વાત કરીએ તો ભાવનગરમાં 27 મીમી વરસાદ નોંધાયો, ચોર્યાસીમાં 22 મીમી વરસાદ નોંધાયો, નિઝમાં 17 મીમી વરસાદ નોંધાયો, રાજુલામાં 12 મીમી વરસાદ નોંધાયો, માંગરોળમાં 12 મીમી વરસાદ નોંધાયો, ડભોઇમાં 10 મીમી વરસાદ નોંધાયો, તળાજામાં મીમી વરસાદ નોંધાયો, પાલસણામાં 9 મીમી વરસાદ નોંધાયો, બારડોલીમાં 8 મીમી વરસાદ નોંધાયો, ઘોઘામાં 7 મીમી વરસાદ નોંધાયો, જલાલપોરમાં 7 મીમી વરસાદ નોંધાયો, ધરમપુરમાં 7 મીમી વરસાદ નોંધાયો, કપરાડામાં 7 મીમી વરસાદ નોંધાયો, જેસર, કામરેજ, ઓલપાડ, ચીખલીમાં 5-5 મીમી વરસાદ નોંધાયો, જાફરાબાદ તથા સુરત શહેરમાં 5-5 મીમી વરસાદ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news