Corona Update: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3.29 કરોડ પાર, ભારતમાં 60 લાખથી વધુ કેસ

સમગ્ર વિશ્વમાં કોરોના (Corona Virus) ના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ રોજેરોજ પોણો લાખની આસપાસ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 82,170 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 60,74,703 થઈ છે જેમાંથી 9,62,640 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 50,16,521 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1039 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 95,542 પર પહોંચ્યો છે. 
Corona Update: દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3.29 કરોડ પાર, ભારતમાં 60 લાખથી વધુ કેસ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના (Corona Virus) ના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ રોજેરોજ પોણો લાખની આસપાસ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 82,170 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 60,74,703 થઈ છે જેમાંથી 9,62,640 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 50,16,521 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1039 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 95,542 પર પહોંચ્યો છે. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 3,29,25,668 કેસ
અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજા અપડેટ મુજબ કોરોના વાયરસનો વૈશ્વિક આંકડો 3,29,25,668 પર પહોંચી ગયો છે. Covid-19થી મૃત્યુ પામનારાઓની સંખ્યા એક મિલિયન એટલે કે દસ લાખ નજીક પહોંચી ગઈ છે. 

Case tally stands at 60,74,703 including 9,62,640 active cases, 5,01,6521 cured/discharged/migrated & 95,542 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/pxCS5ar40u

— ANI (@ANI) September 28, 2020

અત્યાર સુધીમાં 9,95,414 લોકોના મૃત્યુ
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ કોરોના વાયરસથી સંક્રમિત થનારાની વૈશ્વિક ગણતરી 3,29,25,668 પર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં 9,95,414 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. જ્યારે 2,27,71,206 લોકો સાજા  થયા છે. 

અમેરિકામાં સૌથી વધુ કેસ
અમેરિકા (US)માં કોરોનાના સૌથી વધુ 70,93,285 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 204,606 લોકોના મોત થયા છે. જ્યારે ભારતની વાત કરીએ તો સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બીજા નંબરે છે. અત્યાર સુધીમાં 60,74,703  કેસ સામે આવ્યા છે. જો કે સારી વાત એ છે કે ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 50,16,521 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news