Wake up Early: આળસુ માણસ પણ સવારે 6 ના ટકોરે સ્ફુર્તી સાથે જાગી જશે, રાત્રે સુતા પહેલા કરો આ મજેદાર કામ
How To Wake up Early in Morning: તમારે સવારે વહેલા જાગી જવું છે પણ આળસના કારણે રોજ મોડું થાય છે તો આજથી આ ટીપ્સ ફોલો કરવા લાગો. જો તમે રાત્રે આ મજેદાર કામ કરીને સુવાનું રાખશો તો સવારે આરામથી વહેલા જાગી શકશો અને શરીરમાં આળસ પણ નહીં રહે.
Trending Photos
How To Wake up Early in Morning: ઘરના વડીલો નાના, મોટા સૌ કોઈને સલાહ આપે છે કે હેલ્ધી રહેવું હોય તો સવારે જલ્દી જાગી જવું જોઈએ. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો સવારે વહેલા જાગવામાં અસમર્થ હોય છે. લોકોને સવારે જલ્દી જાગવું હોય છે પરંતુ આળસ અને અપૂરતી ઊંઘના કારણે સવારે જાગી શકાતું નથી. જોકે સવારે જલ્દી જાગવાની આદત પાડવી મુશ્કેલ નથી. તેના માટે જો તમે રાત્રે સુતા પહેલા કેટલાક કામ કરો છો તો સવારે જલ્દી ઉઠવામાં મદદ મળે છે.
સવારે રોજ જલ્દી જાગી જવું હોય તો બે વસ્તુ કરવી જરૂરી છે. એક તો મનમાં પાકો ઈરાદો રાખવો કે સવારે જલ્દી જાગવું છે. અને બીજું કામ આ ટિપ્સ ફોલો કરવાનું છે. જો તમે આ ટિપ્સને આજથી જ ફોલો કરવા લાગશો તો સવારે છ ના ટકોરે તમારી આંખ ખુલી જશે અને તમને આળસ પણ નહીં આવે.
સવારે જલદી જાગવા માટેની ટિપ્સ
સવારે જો જલ્દી જાગવું હોય અને એનર્જી સાથે જાગવું હોય તો રાત્રે સમયસર સૂવું જરૂરી છે. જો તમે રાત્રે સમયસર ઊંઘ કરશો તો સવારે જાગવું સરળ થઈ જશે. જે રીતે દિવસનું રૂટિન ફિક્સ કરવું જરૂરી છે તે રીતે રાત્રે સૂવાનું પણ એક રૂટીન ફિક્સ કરી લો. રાત્રે સૂવાનું રૂટીન આ રીતે સેટ કરો.
સમય નક્કી કરો
રોજ રાત્રે સૂવાનો એક સમય નક્કી કરી લો. શરૂઆતમાં શક્ય છે કે તમને નક્કી કરેલા સમયે ઊંઘ ન આવે. પરંતુ તેમ છતાં મોબાઇલમાં ટાઇમપાસ કરવાના બદલે ઊંઘવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે તમને નક્કી કરેલા સમયે ઊંઘ આવવા લાગશે. જો એક વખત રાત્રે સૂવાનો સમય ગોઠવાઈ ગયો તો સવારે જલ્દી જાગવું પણ સરળ થઈ જશે.
સુતા પહેલા સ્નાન
સુતા પહેલા નહાવાની આદત ખૂબ જ સારી છે. સુતા પહેલા હુંફાળા પાણીથી નહાઈ લેવું. તેનાથી આખા દિવસનો થાક અને શરીરનો સ્ટ્રેસ રિલીઝ થઈ જશે અને ઊંઘ ઝડપથી અને સારી આવશે.
ટીવી અને મોબાઈલ બંધ રાખો
ઊંઘના સૌથી મોટા દુશ્મન ટીવી અને મોબાઇલ છે. રાત્રે સુતા પહેલા એક સમય નિશ્ચિત કરી લો ત્યારથી ટીવી અને મોબાઈલને બંધ કરી દો. ટીવી અને મોબાઇલ માટે સમય નક્કી કરી લો. એ સમય પછી બંને વસ્તુને બંધ કરી દો. જો મોડી રાત સુધી તમે ફોન ચલાવશો તો ઊંઘ આવશે નહીં. તેથી સુવાના લગભગ એક કલાક પહેલાથી મોબાઇલને હાથમાં ન લેવો. આમ કરશો તો ઊંઘ ઝડપથી આવી જશે.
પુસ્તક અથવા મ્યુઝીક
રાત્રે પુસ્તક વાંચી શકો છો. રાત્રે જે પણ પુસ્તક વાંચો તે થ્રીલીંગ કે ટ્રેજિક ન હોવું જોઈએ. પુસ્તક એવું વાંચો જેનાથી મનને શાંતિ મળે. 30 મિનિટ પણ જો તમે પુસ્તક વાંચીને ઊંઘ કરશો તો સારી ઊંઘ આવશે. પુસ્તક વાંચવા સિવાય તમે મ્યુઝિક પણ સાંભળી શકો છો.
ચા કોફી પીવાનું ટાળો
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ રાત્રે જલ્દી જમી લે છે અને પછી રાત્રે ચા કે કોફી પીવે છે. ચા, કોફી પીવાની આદત હોય તો તુરંત જ બંધ કરી દો. સાંજ પછી કેફીન ઇન્ટેકને બંધ કરી દો સાંજના સમયે પણ ચા કે કોફી પીવી નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે