પાકિસ્તાન બોર્ડર પર 50થી વધારે આતંકીઓનો જમાવડો, કાશ્મીરમાં ઘૂસવાનું કાવતરું!!
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુક્તિઓ કરવામાં લાગ્યું છે. પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે
Trending Photos
શ્રીનગર: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન સતત ભારતમાં આતંકવાદી ષડયંત્રની નવી નવી યુક્તિઓ કરવામાં લાગ્યું છે. પરંતુ બોર્ડર પર તૈયાર ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે. સોમવારના ભારતીય સુરક્ષા એજન્સીઓએ લશ્કર એ તૈયબાના બે આતંકવાદીને પકડ્યા હતા. લશ્કરના આ બંને આતંકીઓથી સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની સેના મોટા પ્રમાણમાં આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરવાનું કાવતરું કરી રહી છે. સમાચાર છે કે લાઇન ઓફ કંટ્રોલથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાન સેનાની ત્રણ પોસ્ટ જોહાલી, બર્ગી અને ન્યૂ બાઠલા સામેલ છે.
પાકિસ્તાન સેનાની આ પોસ્ટની નજીક ખચરબન લોન્ચિંગ પેડ દ્વારા આતંકવાદીઓ કાશ્મીરમાં દાખલ થયા હતા. ખચરબન લોન્ચિંગ પેડ પર 50થી વધારે આતંકવાદીઓનો જમાવડો છે. જે પાકિસ્તાનની સેનાની મદદથી કાશ્મીરમાં દાખલ થવાનું ષડયંત્ર કરી રહ્યું છે. સુરક્ષા દળોના ઝપટમાં આવેલા બંને આતંકીઓની તસવીર Zee ન્યૂઝની પાસે છે. પકડવામાં આવેલા બંને આતંકી પાકિસ્તાનના છે, જેમના નામ ખલીલ અહેમદ અને નાઝિમ ખોખર છે.
આતંકી ખલીલ અહેમદ અને નાઝિમ ખોકરે કબુલ કર્યું છે કે, રાવલપિંડીમાં પાકિસ્તાની આર્મી હેડક્વાર્ટરમાં તેમની મુલાકાત પાકિસ્તાની સેનાના કેટલાક મોટા અધિકારીઓ સાથે કરાવવામાં આવી હતી. ત્યારબાદ કાશ્મીર હુમલા માટે 7 આતંકીઓના ગ્રુપને તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાત આતંકીઓમાં 3 અફઘાન મુળના પણ આતંકી સામેલ છે. જેમને સેના પર બેટ એક્શનની સાથે સાથે વેલીમાં સુરક્ષા દળો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
પકડાયેલા લશ્કરના બંને આતંકીઓથી સુરક્ષા એજન્સીઓ સતત પૂછપરછ કરવામાં લાગી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલ લશ્કરનો એક આતંકી ખલિલ અહેમદ જેની ઉંમર 36 વર્ષ છે. તે પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. જ્યારે બીજો આતંકવાદી નઝીમ ખાખર જેની ઉંમર 25 વર્ષ છે. તે પાકિસ્તાનના ફારવર્ડ ક્વેટાનો રહેવાસી છે. બંને આતંકીઓએ તપાસ એજન્સીઓને કહ્યું કે, તેમને લશ્કરના ખચરબન અને કોટલીમાં આતંકી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
લશ્કરના આ આતંકીઓએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની જવાબદારી પાકિસ્તાન સેનાના ત્રણ પોસ્ટ જોહાલી, બર્ગી અને ન્યૂ બાઠલાને આપવામાં આવી હતી. પાક સેનાના પોસ્ટની નજીક ખચરબન લોન્ચિંગ પેડ દ્વારા આતંકી કાશ્મીરમાં દાખલ થયા હતા. આ આતંકીઓએ પણ જણાવ્યું કે, ખચરબન લોન્ચિંગ પેડ પર 50થી વધારે આતંકીઓનો જમાવડો છે. જે પાકિસ્તાની સેનાની મદદથી જમ્મુ કાશ્મીરમાં દાખલ થવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે. તમામ આતંકી નૂર નામના ગાઇડ દ્વારા કાશ્મીરમાં દાખલ થવામાં સફળ થઇ ગયા હતા.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર બંને આતંકીઓને હુમલાના ટાર્ગેટનું નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જેમને સુરક્ષા દળોએ પકડી લીધા હતા. આ આતંકવાદીઓએ સુરક્ષા દળના અન્ય તમામ આતંકવાદીઓ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે. પકડાયેલા આતંકવાદીઓએ કહ્યું છે કે અફઘાન મૂળના આતંકવાદી અમજદ, અહસન અને સરફરાઝને ઉર્દૂ કેવી રીતે બોલવું તે ખબર નથી. આ આતંકવાદીઓના જૂથમાં કુલ ચાર પાકિસ્તાનીઓ છે અને ત્રણ અફઘાન મૂળના આતંકવાદી છે.
એક તરફ, જ્યારે પાકિસ્તાન એફએટીએફમાંથી બ્લેક લિસ્ટમાં થવાની તલવાર લટકી છે, ત્યારે પાકિસ્તાન તેની હરકતો છોડી રહ્યું નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર માટે પાકિસ્તાન સેનાની મદદથી આતંકીઓના કેમ્પમાં તાલીમ આપવામાં આવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે, બારતીય સંસદની તરફથી જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં કલમ 370 અને 35A હટાવી દેવામાં આવી છે. ત્યારબાદથી આ રાજ્યની પાસે વિશે, રાજ્યનો દરજ્જો નથી. આ વાતથી પાકિસ્તાન અકળાયું છે. ભારતના આંતરિક મામલો હોવા છતાં તેઓ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ને લઇ દુનિયાભરમાં હલ્લો મચાવી રહ્યાં છે. જો કે, સંયુક્ત રાષ્ટ્ર ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોએ પાકિસ્તાનનો આરોપ નકારી દીધો છે. ત્યારબાદથી પાકિસ્તાન જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ને અશાંત કરવા માટે નવા નવા ષડયંત્રો કરી રહ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે