Loksabha: જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક લોકસભામાં પાસ, જાણો શું બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારના કામ ગણાવતા અમિત શાહે કહ્યુ કે, જેટલા કામ પૂર્વની સરકારોએ 4 પેઢીઓમાં કર્યા છે, એટલા કામ અમે 17 મહિનામાં કરી દીધા છે. શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં પરંપરાઓ બદલી રહી છે. પહેલા અહીં માત્ર ત્રણ પરિવારોના લોકો રાજ હરતા હતા, હવે અહીંના સામાન્ય લોકો શાસન કરશે. 

Loksabha: જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક લોકસભામાં પાસ, જાણો શું બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન સંશોધક વિધેયક  (Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2021) પાસ થઈ ગયું છે. આ પહેલા ગૃહમાં તેને લઈને લાંબી ચર્ચા થઈ હતી. વિપક્ષે અનેક સવાલ પણ ઉઠાવ્યા હતા. કલમ 370 હટ્યા બાદ રાજ્યની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા, સાથે પૂછ્યુ કે ત્યાં શું ફેરફાર થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) વિપક્ષે ઉઠાવેલા તમામ સવાલનો વિસ્તારથી જવાબ આપ્યો હતો. અમિત શાહે પૂર્ણ રાજ્યના દરજ્જા પર કર્યુ કે, યોગ્ય સમયે કરવામાં આવશે. 

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારના કામ ગણાવતા અમિત શાહે કહ્યુ કે, જેટલા કામ પૂર્વની સરકારોએ 4 પેઢીઓમાં કર્યા છે, એટલા કામ અમે 17 મહિનામાં કરી દીધા છે. શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં પરંપરાઓ બદલી રહી છે. પહેલા અહીં માત્ર ત્રણ પરિવારોના લોકો રાજ હરતા હતા, હવે અહીંના સામાન્ય લોકો શાસન કરશે. 

અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જવાબ
ગૃહમંત્રી અમિત શાહે AIMIM ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને જવાબ આપતા કહ્યું કે  ઔવેસી કહે છે કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાન ઓફિસરોની સંખ્યા ઓછી છે. ઓવૈસી સાહેબ ઓફિસરોને પણ હિન્દુ અને મુસ્લિમમાં વહેંચે છે. એક મુસ્લિમ ઓફિસર હિન્દુ જનતાની સેવા ન કરી શકે, કે હિન્દુ ઓફિસર મુસ્લિમ જનતાની સેવા ન કરી શકે? ઓફિસરોને હિન્દુ મુસ્લિમમાં વહેંચો છો અને પોતાને સેક્યુલર કહો છો. શું કાશ્મીરી યુવકોને દેશની ઓલ ઈન્ડિયા કેડરમાં આવવાનો હક નથી? જો શાળાઓ ન બાળી મૂકી હોત તો કાશ્મીરના બાળકો પણ આજે IAS અને IPS બન્યા હોત. 

— ANI (@ANI) February 13, 2021

ગૃહમંત્રીએ વધુ પ્રહાર કરતા કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે 2જીમાંથી 4જી વિદેશીઓના દબાણમાં કર્યું છે. તેમને ખબર નથી કે આ યુપીએની સરકાર નથી, જેનું તેઓ સમર્થન કરતા હતા. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, તેમાં દેશની સરકાર, દેશની સંસદ, દેશ માટે નિર્ણય લે છે. 

પૂર્ણ રાજ્યનો દરજ્જો
અમિત શાહે કહ્યું કે આ બિલમાં એવું ક્યાંય લખ્યું નથી કે તેનાથી જમ્મુ અને કાશ્મીરને સ્ટેટહૂડ નહીં મળે. હું ફરીથી કહું છું કે આ બિલને જમ્મુ અને કાશ્મીરના સ્ટેટહુડ સાથે કોઈ સંબંધ નથી. યોગ્ય સમયે પ્રદેશને સ્ટેટહૂડ (statehood) એટલે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. 

મોદી સરકાર બાદ પંચાયતી રાજની શરૂઆત
અમિત શાહે કહ્યું કે અમારી સરકાર આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજની શરૂઆત થઈ છે. પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ લોકો પરિવારના લોકો જ શાસન કરતા હતા. આથી તેઓ કલમ 370ના પક્ષમાં રહેતા હતા. ડિસેમ્બર 2018માં જમ્મુ અને કાશ્મીરની નીચલી પંચાયતની ચૂંટણી થઈ. જેમાં 74% લોકોએ મતદાન કર્યું. કાશ્મીરના ઈતિહાસમાં આટલું મતદાન ક્યારેય થયું નથી. ત્યાં લગભગ 3650 સરપંચ ચૂંટાયા, 33,000 પંચ ચૂંટાયા. હવે ત્યાં રાજા-રાણીના પેટથી નેતા નહીં બને, મતથી નેતા ચૂંટાઈ આવશે. 

તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની પંચાયતોને અમે અધિકાર આપ્યા છે, બજેટ આપ્યું છે. પંચાયતોને સુદ્રઢ બનાવી છે. પ્રશાસનના 21 વિષયોને પંચાયતોને આપ્યા છે. લગભગ 1500 કરોડ રૂપિયા સીધા બેન્ક ખાતામાં નાખીને જમ્મુ કાશ્મીરના ગામડાના વિકાસનો રસ્તો સુનિશ્ચિત કર્યો છે. 

અત્રે જણાવવાનું કે આ પહેલા આજે લોકસભામાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે પરંતુ આ બાજુ કેન્દ્ર ત્યાંના કેડરને ખતમ કરી રહી છે, આખરે સરકારની દાનત શું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news